વિઠલાપુર પોલીસની ટીમે મળેલી બાતમીને આધારે ઉકરડી ગામ તરફ જવાના નેરીયામાંથી વિદેશી દારૂ ભરેલીકાર કબજે કરી હતી. કાર મૂકીને નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વિઠલાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ ગીરીરાજસિંહ અને અ.પો.કો. છત્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉકરડી તરફ જવાના નેરિયામાંમાંથી કેનાલ તરફ કાળા કલરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ આવવાનો છે.
બાતમીને આધારે વિઠલાપુર પોલીસ સ્ટેશનના એચ.જી. રાઠોડ પીઆઇ, એએસઆઇ ગિરિરાજસિંહ, અ.પો.કો. રાજેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, છત્રસિંહ વિનોદભાઈ, સહિતની ટીમ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. કાળા કલરની કાર જેની અંદર તપાસ કરતા દારૂની 750 મિ.લીની બોટલ નંગ 342 જેની બજાર કિંમત રૂ.1,71,000 અને કાર જેની કિંમત રૂ. 10,00,000 સાથે કુલ રૂ.11,71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ ભરેલી કાર મૂકી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા વિઠલાપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.