તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિરમગામને ઓક્સિજન પ્લાન્ટ માટે સરકાર સુધી વાત પહોંચાડવા હવે થાળી, વેલણ વગાડવા જ પડશે

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ પોસ્ટરો સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા, બુધવારે સાંજે થાળી-વેલણ વગાડાશે

વિરમગામ શહેર પંથકને વારંવાર થતા અન્યાય બાબતે સામાજિક કાર્યકરો સહિત સેવાકીય સંસ્થાઓ દ્વારા જાગરૂકતા બતાવી વિરમગામ ઓક્સિજન પ્લાન્ટ ન ફાળવાતા મામલતદાર થી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવેલ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમને ન અપનાવવાતા સામાજિક કાર્યકરો દ્વારા સરકારના કાન સુધી આ વાત પહોંચાડવા માટે શહેરના નાગરિકોને 12મેના રોજ સાંજે 6:00કલાકે થાળી વેલણ વગાડવા માટે સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે.

જેમાં જણાવ્યા અનુસાર વિરમગામ તાલુકાને ઓક્સિજન પ્લાન્ટ ફાળવવા દરેક સમાજ અને ગામના સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર જવાબ મળ્યો નથી. જેથી તા.12મેને બુધવાર સાંજે 6 વાગે પોત-પોતાના ઘરની બહાર થાળી વગાડી સરકારના કાન સુધી વિરમગામવાસીઓની માંગણી પહોંચાડવાનો પ્રયાશ કરીશું. કલ્પના કરો કે બીજી લેહરમાં આ પરિસ્થિતિ છે તો ત્રીજી લેહરમાં શું પરિસ્થિતિ હશે ? ઓક્સિજન પ્લાન્ટ વિરમગામને મળે અને સરકાર સુધી વિરમગામવાસીઓને અવાજ પહોંચે તે હેતુસર વિરમગામ તાલુકાની પ્રજા સરકારી ગાઈડલાઈન સાથે તા.12મે 2021ને બુધવાર સાંજે 6 વાગે પોત-પોતાના ઘરની બહાર થાળી વગાડી સાથ સહકાર આપે એવી અપીલ સોશિયલ મીડિયામાં સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.

વિરમગામ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સહિત વિવિધ મેડીકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જે બાબતે વિરમગામ શહેર પંથકના નાગરિકો દ્વારા વિવિધ પોસ્ટરો સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કરવાનું શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...