તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:વિરમગામ ટાઉન પોલીસે જુગાર રમતા 9 જુગારીને ઝડપી લીધા

વિરમગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી

વિરમગામ શહેર પંથકમાં જુગાર ની બદી ફૂલી ફાલી છે ત્યારે વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા દિન-પ્રતિદિન વિવિધ સ્થળોએથી જુગાર રમતા જુગારીઓ ને ઝડપી પાડવામાં આવે છે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા રૈયાપુર દરવાજા અંદર પટેલ ના ડેલા પાસે જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોની રૂપિયા 10 હજારથી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામા પ્રોહી.જુગારની ડ્રાઇવ અન્વયે પ્રોહિ તથા જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ નાઓના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેક્ટર એમ.એ.વાઘેલા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ એમ.જે. ચૌધરી, અશોકભાઈ જુવાનસિંહ, સતિષભાઈ આત્મારામભાઈ,ભરતભાઈ શક્તાભાઈ વગેરે પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ-જુગારની ડ્રાઈવ માં નાઈટ પેટ્રોલિંગમાં હતા રૈયાપુર દરવાજા પાસે પહોંચતા બાતમી મળેલ કે રૈયાપુર દરવાજા અંદર આવેલ પટેલ ના ડેલા પાસે ખુલ્લી જગ્યામા ઇલેક્ટ્રીક થાભલાના બલ્બ ના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીનપત્તીનો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકતની જાણ થતા હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સ્થળ પરથી 9 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા.

જેમાં અનિલભાઈ બચુભાઈ પટેલ,મોહસીન ઇબ્રાહીમભાઇ મંડલી, અબ્દુલ ખાન રસુલખાન મલેક, મુસ્તુફા રસુલભાઇ ખલીફા,વજીદભાઈ ઉમરભાઈ વેપારી, ફિરોજભાઈ રહીમભાઈ તાઇ,મનસુર ઇસ્માઇલભાઈ ઘોરી, ઈલિયાસભાઈ યુસુફભાઈ શેખ, ઈકબાલભાઈ રસુલભાઇ તાઈ તમામ રહે.વિરમગામને કુલ રૂા- 10,640ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો નોંધી વિરમગામ ટાઉન પોલીસે જુગારનો કેસ શોધી કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...