તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વિરમગામને ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારના કાન સુધી વાત પહોંચાડવા થાળી-વેલણ વગાડ્યાં

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાગરિકોએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઇ ઓક્સિજન પ્લાન્ટ ફાળવવા માગ કરી હતી. - Divya Bhaskar
નાગરિકોએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઇ ઓક્સિજન પ્લાન્ટ ફાળવવા માગ કરી હતી.
  • જિલ્લામાં અનેક સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ફાળવાયા પરંતુ વિરમગામ સાથે અન્યાય થતાં રોષ

વિરમગામ શહેર પંથકને વારંવાર થતા અન્યાય બાબતે સામાજિક કાર્યકરો સહિત સેવાકીય સંસ્થાઓ દ્વારા જાગરૂકતા બતાવી વિરમગામ ઓક્સિજન પ્લાન્ટ ન ફાળવાતા મામલતદારથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમને ન અપનાવવાતા સામાજિક કાર્યકરો દ્વારા સરકારના કાન સુધી આ વાત પહોંચાડવા માટે શહેરના નાગરિકોન એ 12મેના રોજ સાંજે 6:00 કલાકે થાળી વેલણ ખખડાવી સરકારના બહેરા કાન સુધી અવાજ પહોંચે તેવો પ્રયાસ કર્યો હતો.

વિરમગામ શહેરમાં પાયાની સુવિધાઓ આપવામાં નગરપાલિકાથી લઇને સરકાર સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોટા વચનો આપી મતદારોને ગુમરાહ કરવામાં આવે છે હાલમાં કોરોના મહામારી ના કપરા કાળમાં અમદાવાદ જિલ્લા મા વસ્તીની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા વિરમગામ તાલુકા ને ઓક્સિજન પ્લાન્ટ નો ફાળવતા વિવિધ સંસ્થાઓ સામાજિક કાર્યકરો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવેલી જે બાબતે યોગ્ય કાર્યવાહી ન થતા થાળી વેલણ ખખડાવી પોતાની માંગને મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...