માંગણી:વિરમગામ તાલુકા સેવા સદનમાં નકલનું જૂનું સોફ્ટવેર બંધ થતાં હાલાકી

વિરમગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ નવી નકલ કઢાવતી વખતે જૂની નકલ સાથે લાવવી જરૂરી

વિરમગામ સહિતની તાલુકા કચેરી ખાતે ખેડૂત અરજદારોને જરૂરી 7 / 12,8અ અને 6 નંબરના હક્ક પત્રકની જરૂરી નકલ નકલ દિઠ ₹.5 ચૂકવીને તાલુકા સેવા સદન ખાતે થી મેળવી શકતા હતા.

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે વિવિધ 1200 જેટલી નકલો અરજદારો દ્વારા કઢાવવામાં આવતી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા WINROR(7/12,8-અ અને 6 હકક પત્રક) ઉતારા નું સોફ્ટવેર બંધ કરી એનીનોર ઉપર કામગીરી 1 મેં થી ચાલુ કરતા તાલુકા મથક જનસેવા કેન્દ્ર ખાતે પ્રતિદિન 1200 જેટલી નકલો અરજદારોને આપવામાં આવે છે જુનુ સોફ્ટવેર વીનરોરમાં એક નકલ ફક્ત 10 સેકન્ડમાં નીકળતી હતી જેનાથી અરજદારોને સમસ્યા નકલો મળી જતી હતી પરંતુ નવા સોફ્ટવેર ની સિસ્ટમ ના કારણે 10 નકલો સિલેક્ટ કરી નીકળે પછી ફરીથી સિસ્ટમ ઓપરેટ થાય છે જેથી સમય ઘણો લાગે છે જે યોગ્ય નથી જેથી જુનુ સોફ્ટવેર વીનરોર પ્રમાણે નકલો નીકળે તે સિસ્ટમ ઓપરેટ કરવી જોઈએ.

નવી સિસ્ટમ વેબસાઇટ ઉપરથી ચાલે છે જેનાથી ઝડપી કામ થતું નથી અભણ ખેડૂત દ્વારા સર્વે નંબર આપવામાં આવે તો તે નકલનું ઓપરેટર સ્કીન ઉપર વેરિફિકેશન કરી શકતા નથી જેથી સીધી નકલ બહાર આવે છે ત્યારે ખેડૂત જણાવે છે કે આ નકલ મારા નામની નથી ત્યારે નામ સર્ચ કરીને ખેડૂતની સાથી નકલ મેળવી શકાતી નથી ત્યારે અરજદાર ખેડૂત પોતાને જોઈતી નકલ ન મળતા નકલ દિઠ આપવાના થતા રૂપિયા આપવા આનાકાની કરે છે જેથી ઓપરેટરને તે રૂપિયા ભરપાઇ કરવાનો વારો આવે છે.

જે બાબતે વિરમગામ મામલતદાર પી.એમ. ભટ્ટ સાથે રૂબરૂ વાતચીત કરતા ઓપરેટરોને રૂબરૂ બોલાવી સમગ્ર બાબત ઉપર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતો ખાતે ઓછી નકલો કાઢવાની થતી હોય નવી સિસ્ટમ ચાલી શકે છે જ્યારે તાલુકા કચેરીઓ,સરકારી ચાવડી ખાતે દિવસભર અરજદારોની લાઈનો લાગતી હોય ઝડપી સિસ્ટમ જરૂરી છે તેવી કર્મચારીઓ અને અરજદાર ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...