તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વિરમગામ એસ.ટી. ડેપોની કેન્ટીનમાંથી ચિલ્લરની ચોરી, અન્ય દુકાનમાંથી 2250ની તસ્કરી

વિરમગામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિરમગામમાં સોમવારની રાત્રે બસ સ્ટેન્ડમાં આવેલી નાસ્તાની કેન્ટીનના દરવાજાના તાળાનો નકુચો તોડીને તસ્કર 2200ની ચિલ્લર સહિત દાનપેટી ઉઠાવી ગયો હતો. સવારે માલિક આવતાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં ટાઉન પોલીસને જાણ કરી હતી. એસ ટી સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લાગેલા છે જેથી તસ્કર સીસી કેમેરામાં કેદ થયો હોવાની માહિતી જાણવા મળી છે.

જ્યારે બીજો ચોરીનો બનાવ વિરમગામ ના ધમધમતા ગોળપીઠા વિસ્તારમાં અનાજ, તેલ, ઘી, ગોળના હોલસેલ બજારમાં આવેલ શ્રી રામ ટ્રેડિંગ કંપની નામની દુકાન ના તાળ પણ તૂટ્યા હોવાનું દુકાનમાલિક આશિષ દિલીપભાઈ રામાનંદીને જાણ થતાં દુકાને આવી પહોંચ્યા હતા. તસ્કરે રાત્રિ દરમિયાન દુકાનના તાળા તોડી શટર નીચેથી પ્રવેશ કરીને સતરસો રોકડ સહિત ચિલ્લર તેમજ જીવ દયા માટે મૂકવામાં આવેલા ગલ્લામાં રહેલી દાનની રકમ મળી કુલ 2250 રૂપિયા આસપાસની રકમ ચોરી કરી ગયાનું દુકાનદાર દ્વારા જાણવા મળ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં આવી પહોંચી હતી. અને ચોરીના બનાવ ને લઈને પોલીસ દ્વારા બાતમીદારોને કામે લગાડ્યા હતા. ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે છતાં ચોરો સક્રિય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો