તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિરમગામમાં પાલિકા ઉપપ્રમુખના નકલી સહી સિક્કા કરી ખોટા દસ્તાવેજો ઊભા કરવાના કૌભાંડનો પર્દાફાશ

વિરમગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા ઉપપ્રમુખના નકલી સહી સિક્કા કરી સરકારી કામમાં ઉપયોગ કરતો શખ્સ ઝડપાયો, નગરપાલિકા ઉપપ્રમુખે પોલીસમાં ફરિયાદ

વિરમગામ સેવાસદન પાસે આવેલા પટેલ ઝેરોક્ષ નામની દુકાનના માલિક યુસુફ પટેલ દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, સ્માર્ટકાર્ડમાં સુધારા અને નવા બનાવી આપવાનું કામકાજ સહિત તમામ સરકારી કામ કરી આપવામાં આવે છે. તેમજ પિટિશન રાઇટરનુ લાયસન્સ ન હોવા છતાં સેવાસદન ખાતે સરકારી કામકાજ માટે આવતા અરજદારોના ફોર્મ ભરવા સહિત વિવિધ લખાણો લખી આપવામાં આવતા હતા. ત્યારે વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 8ના કાઉન્સિલર અને પાલિકા ઉપપ્રમુખ દીપાબેન ઠક્કરના નામના ખોટા સિક્કા બનાવડાવી તેમની ખોટી સહી કરી આધારકાર્ડમાં સુધારો કરવાનું ફોર્મ ભરી સેવા સદન ખાતે અરજદારને મોકલતા સરકારી કર્મચારીને સહી બાબતે શંકા જતા દીપાબેન ઠક્કરને ફોન દ્વારા જાણ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં નગર પાલિકા ઉપપ્રમુખ દીપાબેન ઠક્કરે આપેલી ફરિયાદ અનુસાર 5 એપ્રિલના રોજ મામલતદાર કચેરીમાં નોકરી કરતા જીતુભાઈ ચાવડાનો ફોન આવેલો અને જણાવેલ કે ખત્રી મંજુબેન ભગવાનભાઈ ના નામના આધાર કાર્ડમાં સુધારો કરવા સારુ આવ્યું છે અને તે ફોર્મમાં તમારી ગુજરાતીમાં સહી કરેલી છે. તેવી વાત કરતા દીપાબેને જણાવ્યું કે હું ગુજરાતીમાં સહી કરતી નથી અને મારો સિક્કો કોઈને પણ આપતી નથી. જેથી ફોર્મની ચકાસણી કરતા મ્યુનિસિપલ કાઉન્સિલર વિરમગામ નગરપાલીકા નામનો સિક્કો હતો અને સિક્કા ઉપર દીપાબેનની નકલી સહી કરી હોવાનું જાણમાં આવતા વિરમગામ સેવા સદન પાસે આવેલા પટેલ ઝેરોક્ષ વાળા યુસુફભાઈ નામના ઈસમે આ નકલી પ્રમાણપત્ર કાઢી આપ્યું હોવાનું જાણમાં આવતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો