તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બેન્કમાં ખોટુ ખાતું ખોલાવી ફ્રોડ કરતી ટોળકીને શોધી કાઢી ગુનાનો ઉકેલ કરતી વિરમગામ રૂરલ પોલીસ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિરમગામ હાંસલપુર પાસે આવેલી ADC બેંકમાં ખોટા પુરાવા એકત્ર કરી ₹ 10 લાખનો ચેક જમા કરાવી રકમ ઉપાડી હતી
  • અમદાવાદના આંબાવાડીમાં રહેતી મહિલાની ચેખલા ગામે આવેલી જમીન વેચાણ આપવાનું કહી ખોટા આધારકાર્ડ સહિતના ખોટા પુરાવા ઊભા કરી નાણાં બારોબાર ઉપાડી લીધાં હતાં, મહિલા સહિત 5ની ધરપકડ

વિરમગામ હાસલપુર શાખાની એડીસી બેંકમાં ખોટુ આધારકાર્ડ રજુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા નામથી ખાતુ ખોલાવી બેન્કમા નાણાકીય વ્યવહાર કરી ગુનો કર્યા વિ.બાબતની ફરીયાદ હાસલપુર ADC બેન્કના મેનેજર હિતેષભાઇ રણછોડભાઇ જાદવે ફરીયાદ આપતા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ ગુનાની તપાસ વિરમગામ રૂરલના મહિલા પીએસઆઇ વી.એ. શેખ દ્વારા ઝડપી પગલાં લઇ ગણતરીના કલાકોમાં મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી પાડયા હતા.

મદદનીશ પોલીસ અધિકક્ષ ડો. લવીના સિન્હા વિરમગામ વિભાગ દ્વારા તાત્કાલીક ગુનાના આરોપીઓને પકડી પાડવા ચુસ્ત સુચના આપવામાં આવી હતી. જે આધારે વિરમગામ રૂરલ પો.સ્ટે.ના પો.સ.ઇ વી.એ.શેખ તથા પોલીસ સ્ટાફના માણસો. એ.એસ.આઇ નાશીરખાન પરબતખાન, અ.હે.કોન્સ નરેન્દ્રસિંહ ખોડાભાઇ, પો.કો. ઇસ્માઇલબેગ મીર્ઝા , પો.કો. રાઘવભાઇ જાદવ, પો.કો. દિલીપસિંહ ચાવડા, પો.કો. ખોડાભાઇ દાજીભાઇ, વુ.પો.કો રિધ્ધીબેન ઓધવજીભાઇ સામેલ હતા. તેઓ દ્વારા આરોપીઓને પકડી પાડવા ટીમ પાડી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

અલગ અલગ જગ્યાએ વોચ તપાસમા રહી 5 આરોપીઓને પકડી પાડી ગુનાના કામે અટક કરવામા આવ્યા હતા.જેમાં પૂજાબેન વિજયભાઇ મણીભાઇ કબીરા, ધવલભાઇ હરીભાઇ ઠાકર, હીતેષભાઇ ઇન્દ્રવદન દોષી, મનીષ રમણલાલ શાહ, રાકેશભાઇ પ્રવિણભાઇ શાહ તમામ આરોપીઓએ અગાઉથી પુર્વયોજીત કાવતરૂ રચી ચેખલા ગામની સીમમાં આવેલા માણેક બાગ સોસાયટી આંબાવાડી અમદાવાદ ખાતે રહેતા સાહેદ સુચીબેન મનીષભાઇ શાહની જમીન ચેખલા ગામના યુવરાજસિહને જમીન વેચાણ આપવાનુ નક્કી કરી બાનાખત કરાર કબ્જા વગરનુ બનાવી રૂ.10,00,000 એડીસી બેન્કનો ચેક આરોપીઓએ લઇ જમીનના મુળ માલીક સુચીબેન મનીષભાઇ શાહ નામ ધારણ કરી સુચીબેન મનીષભાઇ શાહના નામનુ ખોટુ આધારકાર્ડ બનાવી ખોટુ આધારકાર્ડ પુરાવા તરીકે વિરમગામના હાસલપુર ખાતે આવેલી એડીસી બેન્કમાં રજુ કરી ખાતુ ખોલાવવા KYC ફોર્મમાં સુચીબેન મનીષભાઇ શાહ નામની ખોટી સહીઓ કરી બેન્ક ખાતુ ખોલાવી તે ખાતામાં રૂ.10,00,000નો યુવરાજસિહ ફુલસિહ વાઘેલાના નામનો ચેક જમા કરાવી તે ચેકના ખાતામા જમા થયેલ રૂપીયા ઉપાડી બેન્કમા ખાતુ ખોલાવવા માટે ખોટુ આધારકાર્ડ રજુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા નામથી ખાતુ ખોલાવી બેન્કમાં નાણાકીય વ્યવહાર કરતાં ગુનાની ફરીયાદ હાંસલપુર એડીસી બેન્કના મેનેજર હિતેષભાઇ જાદવે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...