માગણી:લવ જેહાદ અને ધર્માંતરણની પ્રવૃતિ રોકવા કાયદો બનાવવા રજૂઆત કરી, વિરમગામ રાજપૂત કરણી સેનાએ નાયબ કલેકટરને આવેદન આપ્યું

વિરમગામ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ રાજપુત કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ રોકવા તાત્કાલિક અસરકારક કાયદો બનાવવા બાબત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને વિરમગામ નાયબ કલેકટરને તા. 11 જાન્યુઆરી સોમવારના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીને સંબોધીને વિરમગામ નાયબ કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદ અને હિન્દુ ધર્મના રક્ષણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં તાજેતરમાં લવ જેહાદના તેમજ ધર્માંતરણના કિસ્સાઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજની સંવેદિતા જોખમાય તેવી જોખમી પ્રવૃત્તિઓ આદરી રહ્યા છે. હિન્દુ ધર્મની માસૂમ બાળાઓને વિધર્મી લોકો લલચાવી ફોસલાવીને ભગાડી રહ્યા છે.

આ પ્રકારની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની તર્જ પર ગુજરાતમાં પણ લવ જેહાદ અને ધર્માંતરણના વિષયોને લઈને એક અસરકારક કાયદો તાત્કાલિક બનાવવામાં આવે તેવી રાજપૂત કરણી સેનાની માંગ છે. અમારી ઉપર માંગણીને નોંધ લઇને ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે અન્યથા ગુજરાતમાં જન-જન સુધી અમારી લાગણી પહોંચાડવા આંદોલન મક્કમ પગલાં લેવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉત્તરપ્રદેશની સરકારે આ માટે કાયદો બનાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કડક કાયદો બનાવી આ પ્રકારની પ્રવૃતિ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરાય તેવી માગણી કરણી સેના દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...