ધરપકડ:વિરમગામ પોલીસે 4 માસ અગાઉ કરેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 શખસ વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં 4 શખસની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી

વિરમગામ શહેરમાં જાહેર રોડ પર અગાઉની અદાવત બાબતે બોલાચાલી થતા છ શખ્સો દ્વારા ધારીયા, લોખંડની પાઇપો, લાકડીઓ વડે હુમલો કરતાં એક શખ્સને ગંભીર ઇજાઓ થતા વિરમગામની ખાનગી શિવ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત શખ્સ અરવિંદભાઈ રબારી વિરમગામ શહેર ભાજપનો હોદ્દેદાર હોવાનું જાણવા મળ્યું છે. જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા દિનેશ કાશીરામ ભરવાડ,કબુભાઈ કાના ભાઈ ભરવાડ,જયપાલ લક્ષ્મણ ભરવાડ, કનુ લક્ષ્મણ ઉર્ફે બોડિયો,ભરત બોડિયા,વિકો ઉર્ફે વિક્રમ ગપાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

6 શખ્સો વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં 4 શખ્સોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 2 શખ્સો દિનેશ કાશીરામ ભરવાડ, કબુભાઈ કાનાભાઈ ભરવાડ ફરાર હતા. જે બાબતે વિરમગામ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દિનેશ કાશીરામ ભરવાડ પોપટ ચોકડી વિસ્તારમાં 15 મેના રોજ સાંજે આવવાનો છે. જેના આધારે ડી સ્ટાફના મહેન્દ્રસિંહ આપોકો જ્યદીપસિંહ, પોકો નિલેશભાઈ, આશિષભાઈ, દિગ્વિજયસિંહ, વિરસંગભાઈ વગેરે દ્વારા વોચ ગોઠવતા આરોપી બાતમીવાળા સ્થળે આવતા પોલીસને જોઇ ખુલ્લા ખેતરો બાજુ ભાગી ગયો હતો. જેનો પીછો કરી ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બીજો આરોપી કબુભાઈ કાનાભાઈ ભરવાડ 16મી મેના રોજ પોલીસમાં હાજર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...