વિરમગામ પોલીસે બાતમીના આધારે જલારામ કોમ્પલેક્સમાં પાઇલ્સ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર અમદાવાદ રેન્જ તથા જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ જાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક એન.ડી.ચૌહાણ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાઘેલા નાઓને આપેલી જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એસ.આઇ મહેન્દ્રભાઈ જગાજીને બાતમી હકીકત મળી હતી કે જલારામ કોમ્પલેક્ષ પહેલા માળે નેહા પાઇલ્સ ક્લિનિક નામથી ગેરકાયદે દવાખાનું ચાલે છે.
જે બાબતે પીઆઇ એમ.એ.વાઘેલા, એએસઆઇ મહેન્દ્રભાઈ જગાજી, અલ્પેશભાઈ કરમશીભાઇ, જયદીપસિંહ જવાનસિંહ, દિગ્વિજયસિંહ દાદુભા, વિરસંગજી પ્રભુજી વગેરે પોલીસ કર્મીઓની ટીમ દ્વારા જલારામ કોમ્પ્લેક્સ ખાતે ગેરકાયદે દવાખાનું ચલાવી અને ડોક્ટર તરીકેની હોમીયો પેથીક માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર હોમીયોપેથીક તબીબી ની પ્રેક્ટિસ કરી ગેરકાયદે હોમિયોપેથિક દવાઓ આપતો ઈસમ સુકોમલ સુખદેવ વિશ્વાસ (હાલ રહે. 203 દેવ પૂજા ફ્લેટ- વિરમગામ મૂળ રહે. ચિતકા ગામ,તાલુકા ટેહાટ્ટા, પશ્ચિમ બંગાળ)ને જુદી-જુદી કંપનીની હોમિયોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો કુલ મળી રૂપિયા 2899ના મુદ્દામાલ સાથે પકડી ઈસમ વિરુદ્ધ ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963 કલમ 30 મુજબ ગુનો રજીસ્ટર કરી સફળ કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.