ધરપકડ:વિરમગામ પોલીસે 27 હજારથી વધુ દેશી દારૂ સાથે 2ને ઝડપ્યા

વિરમગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના કોકતા ગામથી બાઇક પર દારૂ લઇને આવતા હતા

વિરમગામ ટાઉન પોલીસે કોકતા ગામથી વિરમગામ તરફ આવતા રસ્તા પરથી બાઇક પર દારૂનો મોટો જથ્થો લઇને આવી રહેલા કોકતા ગામના 2 વ્યક્તિની ધરપકડ કરી હતી.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા PI એમ.એ.વાઘેલા દ્વારા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટીમ બનાવી પ્રોહી. જુગારની પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સૂચના કરેલ જે આધારે ASI મહેન્દ્રભાઈ જગાભાઈને ખાનગી બાતમી થી માહિતી મળી હતી કે કોકતા ગામ તરફથી વિરમગામ તરફ આવતા રસ્તા ઉપર બે ઈસમો બાઈક ઉપર દેશી દારૂ લઈને વિરમગામ બાજુ આવે છે જે હકીકતની જાણ થતાં રેડ કરવાનું આયોજન કરી PI એમ.એ.વાઘેલા, ASI મહેન્દ્રભાઈ જગાભાઈ, પો.કો.જયદીપસિંહ જવાનસિંહ, આપોકો. વિરસંગજી પ્રભુજી, અપોકો કલ્પેશભાઈ કરમશીભાઈની ટીમ દ્વારા કોકતા ગામ પાસે આવેલ હનમંચી તળાવ પાસે વોચમાં હતા.

જે દરમિયાન સદર બાતમી વાળા ઇસમો માવજીભાઈ જેસંગભાઈ ઠાકોર તથા શંભુભાઈ ભાવુભાઈ ઠાકોર (બંને રહે.કોકતાગામ, તા.વિરમગામ) નદીયાણા તરફથી બાઈક લઈને આવતા તેઓને અવરોધી ઉભા રાખી રૂપિયા 27600/- ના દેશી દારૂ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ આરોપી શૈલેષભાઈ અતુજી ઠાકોર રહે.વિડજ,તા. કડી હાજર નહીં મળી આવતા જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...