કાર્યવાહી:વિરમગામ પોલીસ ચોરીના બાઈક સાથે 2 શખ્સોને ઝડપ્યા

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના બાઇક સાથે ઝડપાયેલા બંનેની પૂછપરછમાં બોપલથી બાઇક ચોર્યાનું ખૂલતાં પોલીસ કાર્યવાહી તેજ

વિરમગામ ટાઉન પોલીસે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામના માર્ગદર્શન અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા મિલકત સબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂ પોલીસ ઇન્સપેક્ટર એમ.એ.વાઘેલા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સુચના કરી હતી.

જે અનુસંધાને બકરી ઇદ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન અ.હે.કો રાજુજી જામાજીને મળેલી બાતમીના આધારે બે શકમંદ આરોપીને એક બાઇક સાથે પકડી લીધા હતા. પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતા બાઇકનો રજીસ્ટ્રેશનના નંબરના આધારે બાઇક બોપલનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાઇક અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનાનાં કામનું હોવાનું જણાઇ આવ્યું હોય જેથી અત્રેના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપીઓ વિજયભાઇ ઉર્ફે કાળુ મંગાભાઇ દેવીપુજક (રહે. રૈયાપુર મુસાફરી બંગ્લોઝ, વિરમગામ તા.વિરમગામ), અનિલભાઇ બચુભાઇ દેવીપુજક (રહે. ભરવાડી દરવાજા, વિરમગામ તા.વિરમગામ)ને અટક કરી તથા બાઇક કબજે કરી બોપલ પોલીસને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...