તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામ પોલીસે વલાણા ગામેથી 4 જુગારીને  ઝડપ્યા, પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ, 2500નો મુદ્દામાલ જપ્ત

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેર પંથકમાં જુગારની બદી ફૂલી ફાલી છે ત્યારે વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા દિન-પ્રતિદિન વિવિધ સ્થળોએથી જુગાર રમતા જુગારીઓ ને ઝડપી પાડવામાં આવે છે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વલાણા ગામે રૂપિયા 2540ની મતા સાથે 4 જુગારીઓને ઝડપી લેવાયા હતા.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઇ ભરતસિંહ રમાભાઇ ચાવડા,અપોકો અનિલભાઈ સેનાભાઈ, અપોકો મહેશભાઈ શક્તાભાઈ, અપોકો મહેશભાઇ દેવશીભાઈ નાઈટ પેટ્રોલિંગમાં રાઉન્ડમાં હતા જે દરમિયાન વલાણા ચોકડી પાસે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે વરાણા ગામે રામજી મંદિરના ચોકમાં ખુલ્લી જગ્યામાં ઇલેકટ્રીક લાઇટના અજવાળે કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપાના થી તીન પત્તી નો હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાબતે સ્થળ પર રેડ કરતા રમેશભાઈ રણછોડભાઈ ઠાકોર,લાલાભાઇ કાળુભાઈ ઠાકોર, મનુભાઈ બચુભાઈ રાવળ,રોહિતભાઈ કાંતિભાઈ ઠાકોરને 2540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...