દરોડો:વિરમગામ પોલીસે ક્રિકેટનો સટ્ટો રમાડતા 1ને ઝડપ્યો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં બેસી સટ્ટો રમાડતો હતો

વિરમગામ ટાઉન પોલીસે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચનો મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી પૈસાની હાર-જીતનો ક્રિકેટનો સટ્ટો રમી રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. તેમજ મેચનો હારજીતનો સટ્ટો રમવા યુઝર આઈડી આપેલા વોન્ટેડ શખસ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે.

વિરમગામ પોલીસ સ્ટેશનના વીરસંગજી પ્રભુજી, કલ્પેશભાઈ કરમશીભાઈ, દિગ્વિજયસિંહ દાદુભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિરમગામ રૈયાપુર દરવાજા પાસે આવતા ખાનગી બાતમી હકીકત મળી હતી કે, તાઇવાડા ખાતે રહેતો અકીલ ઉર્ફે ધમો ઈકબાલભાઈ વેપારી જુમ્મા મસ્જિદ પાસે આવેલા ઓટલા ઉપર બેસી ક્રિકેટ મેચનો હારજીતનો સટ્ટો રમાડે છે જે બાબતે સ્થળ પર રેડ કરતા પાન ચકલાના ચબુતરાની સામેના ઓટલા ઉપર બેઠેલો ઇસમ મોબાઈલ ફોન ઉપર ક્રિકેટના સટ્ટાના સોદાઓ મેળવતો જણાઈ આવતા પકડી લીધો હતો.

જેની પૂછપરછ કરતા પોતાનું નામ અકીલ ઉર્ફે ધમો ઈકબાલભાઈ વેપારી જણાવ્યું હતું. જેની પાસેથી મોબાઇલ કિંમત 5000 તેમજ રોકડ ₹810 મળી આવ્યા હતા. યુઝર આઇડી કોની પાસેથી લીધેલા હોવાનું પૂછતાછ કરતા અસરફ યુનુસભાઇ મનસુરી (રહે.કડી)એ તેના મિત્ર પાસેથી લઈને આપ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી વિરમગામ પોલીસે અકીલ વેપારીની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...