તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિરમગામ પોલીસે જાહેરમાં જુગાર રમતાં 3 શખ્સોને ઝડપ્યા

વિરમગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સ પોલીસને જોઇ ફરાર થયા હતા, 19850નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ કાર્યવાહી કરી

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કસ્ટમ રોડ પર આવેલ સરદારનગર માં જાહેર માં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા તીન પત્તીનો જુગાર રમતા 3 શખ્સો ઝડપાઇ ગયેલ જ્યારે રેડ દરમિયાન 2 શખ્સો ભાગી જવામાં સફળ રહેલ સ્થળ પરથી કુલ રૂપિયા 19850નો મુદ્દામાલ ઝડપી 5 શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

વિરમગામ ટાઉન પોલીસ ના અ.હે.કો.આર.જે. ઠાકોર, અ.હે.કો. રોહિતભાઈ માધુભાઈ, આ.પો.કો. ઇન્દ્રજીતસિંહ જીલુભા, આ.પો.કો. જયદીપસિંહ જવાનસિંહ, અ.પો.કો. હિમાંશુ ભાઈ અરજણભાઈ, પ્રદ્યુમનસિંહ દિલીપસિંહ, મહેશભાઈ શકતાભાઈ વગેરે 1 જૂનના રોજ સાંજે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કસ્ટમ રોડ પર ક્રિષ્ના હોસ્પિટલની સામે કેટલાક ઇસમો ખુલ્લી જગ્યામાં તીન પત્તી નું જુગાર રમી રમાડી રહેલ છે જે બાબતે સ્થળ પર રેડ કરતા સ્થળ પરથી ત્રણ ઈસમો ને ઝડપી પાડેલ જેમાં જોરાવરસિંગ જંગસિગ ટાંક(વિરમગામ), મનજીત સિંગ રણજીત સિંગ તિલપીથીયા (વડોદરા), અવતારસિંગ મંગલસિંગ પટવા (સુરેન્દ્રનગર) જ્યારે 2 અજણ્યા ઇસમ ગલી ખુચી નો લાભ લઇ નાસી છૂટેલા સ્થળ પરથી 3200 અને અંગઝડતીમાં ₹16650 મળી કુલ રૂપિયા 19850નો મુદ્દામાલ કબજે લઇ 3 પકડાઈ ગયેલા ઇસમો અને 2 ફરાર ઈસમો સહિત કુલ 5 વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...