તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ નગરપાલિકા, વિરમગામ તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જેને લઇને 8 ફેબ્રુઆરીના રોજ વિરમગામ સેવા સદન ખાતે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ વિતરણ સવારે 11 થી 3 કલાક દરમિયાન કરવામાં આવ્યા હતા.
જેમાં વિરમગામ નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં 36 સદસ્યોને 26257 સ્ત્રી મતદારો અને 24876 પુરુષ મતદારો મળી કુલ 51133 મતદારો દ્વારા ચૂંટવામાં આવશે. ત્યારે 8 ફેબ્રુઆરી પ્રથમ દિવસે જ વિરમગામ નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો દ્વારા 65 ફોર્મ લઈ ગયા હતા. જેમાં ભાજપમાં ટિકિટની દાવેદારી નોંધાવી ઉમેદવારો પણ ફોર્મ લઇ જતા આશ્ચર્ય સર્જાયું હતું અને ભાજપ ટિકિટ ન આપે તો અપક્ષ લડવા પણ અમુક ઉમેદવારોએ તૈયારી કરી લીધી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં 200 આસપાસ ફોર્મ ઉપડશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.
વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 સીટ સામે 42 ફોર્મ નો ઉપાડ થયો હતો. જ્યારે જિલ્લા પંચાયતની વિરમગામ તાલુકાની 4 સીટો માટે 22 ફોર્મ ઉપડ્યા હતા. વિરમગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 118 મતદાન મથકમાં 53125 સ્ત્રી મતદારો જ્યારે 48068 મતદાર મળી કુલ 101195 મતદારો તાલુકા અને જિલ્લાની સીટ ઉપર મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં 18થી વધુ બેઠકો કબજે કરવા મુખ્ય કોંગ્રેસ અને ભાજપ પક્ષ રણનીતિ બનાવી રહ્યા છે. ત્યારે અપક્ષ ઉમેદવારો સત્તાના સમીકરણો બદલી શકે છે કોંગ્રેસ અને ભાજપ દ્વારા આગામી 11 ફેબ્રુઆરીના રોજ બપોર પછી પોતાના ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરે તેવી શક્યતા રહેલી છે. જેથી જેમની ટિકિટ કપાય તેવા ઉમેદવારોને બળવો કરીને અપક્ષ ફોર્મ ભરવા નો સમય ન રહે આવનાર બે દિવસમાં વિરમગામ શહેર તાલુકા નું રાજકારણ ગરમાસે અને જે તે પક્ષના આગેવાનો ડેમેજ કંટ્રોલ માટે ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.