તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામ નગરપાલીકા દ્વારા આસોપાલવ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસની મિલકત સીલ કરાઈ

વિરમગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનેસ્ટ હોટલ, પાન પાર્લરનો ભાગ સીલ, બાકીનો ભાગ સીલ કરવા માટે બે દિવસની મુદત આપી

વિરમગામ નગરપાલિકાજયેશ પેટેલ,ચીફ ઓફીસર, દ્વારા આસોપાલવ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ, સંચાલક/ભાગીદાર વ.ક મહંમદ સોયેબ કાસમભાઇ મંડલી તથા અન્ય, હાંસલપુર માલવણ ચોકડી, સ્ટેટ હાઇવે, વિરમગામ ને નોટિસ પાઠવી તા. ૨૬/૦૮/૨૦૨૧ થી હોટલ અને ગેસ્ટ હાઉસનું બુકીંગ બંધ કરવા બાબત. સંદર્ભ- (૧). આ કચેરીની નોટીસ ક્રમાંક- ન.આ/ નોટીસ/ બિન અધિકૃત બાંધકામ ૧૨૬૧/ ૨૦૨૧, તા. ૧૨/૦૮/૨૦૨૧ (ર)તા. ૧૭/૮/૨૦૨૧ ના રોજનો જવાબ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ ના ઓરલ ઓડર અનુસંધાનેઆસોપાલવ/ ઓનેસ્ટ હોટલ, પાન પાર્લર અને આસોપાલવ ગેસ્ટ હાઉસ/બેકવેટ હોલનો વપરાશ બંધ કરવા માટે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-૧૫(૪)(ખ) હેઠળની જોગવાઇ અનુસાર નગરપાલિકા દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે મિલકત સીલ કરતા શહેરમાં બાબત ટોક ઓફ ધ ટાઉન બનેલ.

વિરમગામ નગરપાલીકા દ્વારા નોટીસ આપીને આસોપાલવ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ, વ.ક મહંમદ સોયેબ કાસમભાઇ મંડલી તથા અન્ય, હાંસલપુર માલવણ ચોકડી, સ્ટેટ હાઇવે, વિરમગામ. નામની ની મિલકતની બાંધકામ પરવાનગી અને મકાન વપરાશ પરવાનગીની માગણી કરેલ હતી. જે અનુસંધાને આસોપાલવ હોટલ ગેસ્ટ હાઉસ ના ભાગીદારો દ્વારા સંદર્ભ-૨ તળેથી આ કચેરીને પત્ર લખીને જણાવેલ છે કે બાંધકામ પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરેલ છે. અને પ્લાન રીવ્યુ થઇ ગયા બાદ રજુ કરી શકીએ તેમ જણાવેલ છે.

તેથી એ સ્પષ્ટ થાય છે કે હોટલ આસોપાલવ એન્ડ ગેસ્ટ હાઉસ નામની મિલકત ની બાંધકામ પરવાનગી મેળવેલ નથી અને તે પછી મેળવવાની થતી મકાન વપરાશ પરવાનગી પણ નથી. આમ, મકાન બાંધવાની પરવાનગી જ મેળવેલ ન હોઇ અને તે માટે હવે પ્રક્રિયા હાથ ધરેલ હોઇ ઓનલાઇન પ્લાન નકશા મંજુર થયા પછી જ નિયમો વિરૂધ્ધનું બાંધકામ કેટલું છે તે બાબત નકકી કરી શકાય તેમ છે. હાલના તબક્કે મકાન બાંધકામ પરવાનગી જ મેળવેલ ન હોઇ મકાન વપરાશ પરવાનગી મેળવવા સમય આપવાની સરકારના જાહેરનામાની સુચના અપ્રસ્તુત રહે છે.

તેથી ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતા કુમાર વિઠ્ઠલભાઈ જાદવ દ્વારા ગેરકાયદે બાંધકામ અંગે દાખલ કરેલ કેસ નામદાર ગુજરાત હાઇકોર્ટના કેસ નં- SCA/10433/2021 થી આપેલ ઓરલ ઓર્ડર અનુસાર કાયદાનુસાર કાર્યવાહી કરવાની થાય છે.તેથી રેસ.નં-૩૯૨, મોજે હાંસલપુર પર આવેલ આસોપાલવ/ ઓનેસ્ટ હોટલ, પાન પાર્લર અને આસોપાલવ ગેસ્ટ હાઉસ/બેકવેટ હોલનો વપરાશ બંધ કરવા માટે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-૧૫(૪)(ખ) હેઠળની જોગવાઇ અનુસાર મિલકત સીલ કરવાની થાય છે.

તેથી આ મિલકતોમાં તા. 26/8/2021 ના રોજ કોઇપણ પ્રકારનું બુકીંગ લેવું નહીં. જો હોટલ કે ગેસ્ટ હાઉસનું બુકીંગ લેવામાં આવશે તો આ કચેરીની કોઇપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. આ કચેરી દ્વારા તા. 26/8/2021 ના રોજ 16-00 કલાકે મિલકતનો ભોગવટો અને વપરાશ બંધ કરવા સીલ કરવા કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેશો.

અન્ય સમાચારો પણ છે...