કાર્યવાહી:વિરમગામ પાલિકાએ ફાયર સેફ્ટીના અભાવે સંજીવની હોસ્પિટલ સીલ કરી

વિરમગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ફાયરના સાધનો લગાડવા માટે અનેકવાર નોટિસો પાઠવી છતાં તેનું ઉલ્લંઘન કરતા અંતે કાર્યવાહી કરાઇ, અન્યોમાં ફફડાટ

વિરમગામ નગરપાલિકા દ્વારા બયતુલમલ ટ્રસ્ટ સંચાલિત બોરડી બજારમાં આવેલી સંજીવની હોસ્પિટલ ના મેનેજર/ સંચાલકને ફાયર એનઓસી ન હોવા બાબતે અગાઉ નોટિસો આપી હોવા છતાં તે બાબતે દુર્લક્ષ દાખવતા થોડા દિવસ પહેલા પાણીનું જોડાણ કાપી નાખી અંતિમ ચેતવણી આપેલી છતાં પણ ફાયર સેફ્ટીના સાધનો ન વસાવતા 5 ઓક્ટોબરના રોજ હોસ્પિટલને સીલ માર્યું હતું.

વિરમગામ ઓફિસર જયેશ પટેલ દ્વારા 5 ઓક્ટોબરના રોજ નગરપાલિકા ફાયર ઓફિસર તેજસભાઈ રબારી અને તેમની ટીમને સંજીવની હોસ્પિટલ સીલ મારવાની તાકીદની નોટિસ બજવણી માટે આપતા નગરપાલિકા ની ટીમ દ્વારા ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષય અધિનિયમ 2013 મુજબ ફાયર સેફટી અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું થાય છે આ પ્રમાણપત્ર આપના દ્વારા મેળવેલ ન હોય અગાઉ આપેલ નોટિસ સંદર્ભ માં કોઈ કાર્યવાહી હાથ ધરેલ નથી તથા ફાયર સેફ્ટીના સાધનો તથા સિસ્ટમ ફીટ કરાવવા કોઈ ગંભીરતા દાખવી નથી આમ કરીને આપના દ્વારા હોસ્પિટલમાં આવતા નાગરિકો અને દર્દીઓ ના જીવ જોખમમાં મુકેલ છે.

નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાવવા તથા એનઓસી મેળવવા માટે આપને પૂરતી તક આપવામાં આવેલ છતાંય આ બાબતે કોઈ ગંભીરતા દાખવી નથી તેથી આ હોસ્પિટલના વહીવટી એકમ ઓફિસ ડોક્ટર રૂમને આજરોજ સીલ કરી વપરાશ બંધ કરાવવામાં આવેલ છે હવે પછી આ હોસ્પિટલમાં કોઈ નવા દર્દીને દાખલ કરવા નહીં તથા દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર કરવા કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. વિરમગામ નગરપાલીકા ચીફ ઓફિસર જયેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે ફાયર સેફટી જે તે એકમ/બિલ્ડીંગ વપરાશકર્તા ઓના જાનમાલના રક્ષણ માટે જરૂરી છે જે તે એકમો એ ફાયર સેફટી એન.ઓ.સી ન લીધી હોય તેઓ તાત્કાલિક ફાયર સેફટી લગાવી એન.ઓ.સી મેળવી લે અન્યથા સ્થળ તપાસ દરમિયાન જે તે એકમોને સીલ મરાશે.

અન્ય સમાચારો પણ છે...