તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિરમગામ પાલિકાએ આસોપાલવ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ સીલ કર્યું

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન બાંધવાની પરવાનગી મેળવી ન હોવાથી અરજદારે પાલિકામાં રજૂઆત કરી હતી, અંતે હાઇકોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરાઇ

વિરમગામ હાંસલપુર સર્કલ પાસે આવેલ હોટલ આસોપાલવ એન્ડ ગેસ્ટ હાઉસના ભાગીદારો દ્વારા જગ્યા ઉપર બાંધકામ સહિતની મંજૂરી લીધેલી હોય જે બાબતે અરજ કરતા દ્વારા વિરમગામ નગરપાલિકા પ્રાંત કલેકટર સહિતની જગ્યાઓએ પુરાવા સહિત રજૂઆત કરી હતી. જે બાબતે કોઈ કાર્યવાહી ન થતાં હાઇકોર્ટના દ્વાર ખખડાવતા અપીલ કરી હતી. જે બાબતે હાઇકોર્ટ દ્વારા નગરપાલિકાને ઓરલ ઓર્ડર આપી સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.

જે બાબતે વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટિસ બજાવી હોટલ આસોપાલવ એન્ડ ગેસ્ટ હાઉસ નામની મિલકતની બાંધકામ પરવાનગી મેળવી નથી અને તે પછી મેળવવાની થતી મકાન વપરાશ પરવાનગી પણ લીધી ન હોય આમ, મકાન બાંધવાની પરવાનગી જ મેળવી ન હોઇ અને તે માટે હવે પ્રક્રિયા હાથ ધરી હોઇ ઓનલાઇન પ્લાન નકશા મંજુર થયા પછી જ નિયમો વિરૂધ્ધનું બાંધકામ કેટલું છે તે બાબત નકકી કરી શકાય તેમ છે.હાલના તબક્કે મકાન બાંધકામ પરવાનગી જ મેળવેલી ન હોઇ મકાન વપરાશ પરવાનગી મેળવવા સમય આપવાની સરકારના જાહેરનામાની સુચના અપ્રસ્તુત રહે છે.

તેથી ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરતા કુમાર વિઠ્ઠલભાઈ જાદવ દ્વારા ગેરકાયદે બાંધકામ અંગે દાખલ કરેલો કેસ ગુજરાત હાઇકોર્ટના કેસ નં- SCA/10433/2021થી આપેલા ઓરલ ઓર્ડર અનુસંધાને વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર જયેશ પેટેલ દ્વારા 26 ઓગસ્ટના રોજ ઓનેસ્ટ હોટલ, પાન પાર્લરનો ભાગ સીલ કર્યો હતો અને ગેસ્ટ હાઉસ બુકિંગ થયેલા હોય થોડા દિવસની મહોલત આપવામાં આવી હતી. જે સમયમર્યાદા પૂરી થતા 3 સપ્ટેમ્બરના રોજ સવારે બાકીનો આસોપાલવ ગેસ્ટ હાઉસ/ બેન્કવેટ હોલ સહિત સંપૂર્ણ ભાગ સીલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...