તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાની વસુલાત:વિરમગામ પાલિકાએ 4 કરોડથી વધુનો મિલકત વેરો વસૂલ કર્યો

વિરમગામ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેરા વસૂલાત ઝુંબેશ હેઠળ 10 હજારથી વધુના બાકીદારોને નોટિસ ફટકારાઇ, પ્રથમ વખત મોટી સંખ્યામાં વેરો વસૂલાયો

વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા વોર્ડ નંબર 1થી 9 અંદર પ્રાથમિક સુવિધાઓ જેવી કે નળ ગટર રસ્તા સ્ટ્રીટ લાઇટ સાફ-સફાઈ સહિત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે શહેરના નગરજનોને પાયાની સુવિધા આપતી નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસુલાત કરવામાં આવી છે.

વિરમગામ શહેરમાં ઘણા લાંબા સમયથી અમુક રીઢા મિલકત વેરાના બાકીદારોની સામે નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા રૂપિયા 10,000થી વધુ રૂપિયાના બાકીદારો સામે વેરા વસૂલાત માટે ટીમો બનાવી નોટિસો આપી વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે વિરમગામ નગરપાલીકાને બાકી મિલકત વેરા પેટે માર્ચ એન્ડિંગ સુધીમાં રૂપિયા 4 કરોડથી વધુનો વીરો વસૂલ કરવામાં આવતા પ્રથમ વખત સૌથી વધુ રકમનું વેરો બાકીદારો પાસેથી વસુલ કરવામાં આવ્યો છે.

વિરમગામ નગરપાલીકા દ્વારા આગામી 15 દિવસ સુધીમાં રીઢા બાકીદારો મિલકત વેરો ભરપાઇ ન કરે તો તેઓની સામે વોરંટ બજવણી કરી નળ જોડાણ કાપવા સહિત મિલકત સીલ કરવાની ઝુબેશ હાથ ધરવામાં આવનાર છે. તેમ ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. પાલિકા સુવિધા આપે છે ત્યારે તેની સામે વેરાની વસૂલાત પણ કરે છે. લાંબા સમયથી બાકીદારો વેરો નહીં ભરતા હોવાથી પાલિકાએ ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. જેના પરિણામે પ્રથમ વખત મોટી સંખ્યામાં નાણાની આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો