રજુઆત:વિરમગામ માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોર પકડવાના બદલે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ખીલે બાંધેલા પશુઓને છોડીને લઈ જતા હોવા બાબતની રાવ

વિરમગામ માલધારી સમાજ દ્વારા સરકારી તંત્ર દ્વારા અવારનવાર માલધારી સમાજ પર થતા અત્યાચાર બાબતે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ તાજેતરમાં સુરત ઢોર પકડ પાર્ટી દ્વારા ઘર આંગણે બાંધેલા પશુ પોલીસ પાર્ટીને સાથે રાખીને બળજબરીપૂર્વક માલધારીઓના પશુઓ ડબ્બામાં લઈ ગયેલ હતા. તેમજ માલધારીની બહેન દીકરીઓ સાથે અશોભનીય વર્તન કરેલ હતું.

મહિલા પોલીસ સ્ટાફ ન હોવા છતાં માલધારીઓની બહેન દીકરીઓની પુરુષ પોલીસ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કરી મહિલાઓની અટકાયત કરી હતી જે નિયમ વિરૂધ્ધ છે. જે અન્વયે જે તે જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પશુઓના રહેણાંક માટે થયેલ બાંધકામ કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના તેમજ માલધારીઓને પશુની વૈકલ્પિક વ્યવસ્થા માટેનો સમય આપ્યાં વિના પશુ વાડાઓ તોડી પાડ્યાં હતા સહિતની બાબતોને લઈને માલધારી સમાજને ન્યાય આપવામાં નહીં આવે અને જો સમાજની માંગો સ્વીકારવામાં નહીં આવે તો માલધારી સેના BJP વિરુદ્ધ વોટ કરશે અને કરાવશે.

અન્ય સમાચારો પણ છે...