રાજકારણ:વિરમગામ મુખ્ય પક્ષના ઉમેદવારો 2017ની ચૂંટણીમાં સાથે હતા, 2022 માં સામસામે

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરમગામમાં CM યોગીનો રોડ શો યોજાયો. - Divya Bhaskar
વિરમગામમાં CM યોગીનો રોડ શો યોજાયો.
  • યોગી આદિત્યનાથે રૂટ ટૂંકોવ્યો, 45 મિનિટમાં જ પુરો કર્યો

રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમ દોસ્ત રહેતું નથી અને કોઈ કાયમ દુશ્મન હોતો નથી. જેનું ઉત્તમ ઉદાહરણ વિરમગામ વિધાનસભાની બેઠક પર જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની વિરમગામ બેઠક પર રાજ્યભરના ચૂંટણી રસિકોની મીટ મંડાઇ છે. વિરમગામના હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભા બેઠકની ટિકિટ આપવામાં આવી છે. અને કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય લાખા ભરવાડને રીપીટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અમરસિંહ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચાર રહેલા હાર્દિક પટેલ કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. તેવી જ રીતે હાલના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર પણ કોંગ્રેસમાં હોઈ કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડના ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. વિરમગામ વિધાનસભા બેઠક પર ત્રણેય રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષના બળીયા ઉમેદવાર સાથે કુલ 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

આમ ગત 2017 ની ચૂંટણીમાં સાથે રહેલા ત્રણેય ઉમેદવારો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલને મજબૂતાઈ આપવા માટે UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રોડ શો શુક્રવારે સાંજે સાડા 4 કલાકે વિરમગામ બસ સ્ટેશન પાસેથી શરૂ થઈ અક્ષરનગર રોડથી એપીએમસી માર્કેટ ખાતે રોડ શો પૂર્ણ કરાયો હતો. આ રોડ શો માં 7 બુલડોઝરમાં કાર્યકર્તા જોડાયા હતા. અગાઉ એપીએમસી માર્કેટથી વિરમગામ કોટ વિસ્તારમાં પણ રોડ શો યોજવાનો હતો જે કાર્યક્રમ ટુંકાવવામાં આવ્યો હતો અને માત્ર 45 મિનિટમાં રોડ શો યોજી યોગી આદિત્યનાથ રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...