દેશમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ-2003ના સુધારા બિલ 2021 નો વિરોધ કરવા દેશભરના વીજ કામદાર સંગઠનો દ્વારા તા.10 ઓગસ્ટને મંગળવારે દરેક ઓફિસના દરવાજા ઉપર બપોરના 2 થી 2:30 દરમિયાન દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજાયા હતા નેશનલ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જિનિયર્સ ના આદેશ અનુસાર સમગ્ર દેશમાં વિરોધ દર્શિત કાર્યક્રમો યોજાયા હતા.
ભારત સરકાર ના ઉર્જા મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રિસીટી એમેન્ડમેન્ટ બીલ 2021 નોટિફાઇડ કરવમાં આવેલ છે. આ સુધારણા બીલથી સમગ્ર ભારતના વીજક્ષેત્ર ના તમામ કેટેગરીના ગ્રાહકો, ઉઘોગો, ખેડૂતો ઉપભોગતાઓ અને કર્મચારીઓને મોટું નુકશાન થઈ શકે તેમ છે.
આ બીલ થી સમગ્ર વીજક્ષેત્રને ખાનગી કંપનીઓ ને સોપવાની તૈયારીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ કો-ઓર્ડીનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસીટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જીનીયર દ્વારા તારીખ 10/8/2021 ના રોજ સમગ્ર ભારતમાં ભેગા થઈ સુત્રોચ્ચાર કરીને આ બીલનો વિરોધ કરવાનું નક્કી કરેલ જે અનુસંધાને આજરોજ વિરમગામ જેટકો ના કર્મચારીઓ દ્વારા દેખાવો સુત્રોચ્ચાર સાથે ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો હાલમાં પણ ઘણા રાજ્યો માં ખાનગીક્ષેત્ર ને ઉર્જાક્ષેત્ર ની કામગીરી સોંપવામાંમાં આવી છે જે સદંતર નિષ્ફળ થઇ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.