સહાય:વિરમગામ કોંગ્રેસ દ્વારા કોરોના મૃતકોના પરિજનોને 4  લાખનું વળતર ચૂકવવા માગ

વિરમગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સહાય ચુકવવાની માગ સાથે મામલતદારને આવેદન

વિરમગામ શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સરકારી સહાય ચૂકવવાની માંગ સાથે વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કોવિડ-19 મહામારી માં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો ને રૂપિયા 4 લાખનું વળતર, કોવિડના તમામ દર્દીઓ ના તમામ મેડિકલ બિલની રકમની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવે, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરાવવામાં આવે, કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન-પરિવારજનો પૈકી એકને કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદ થવા વિરમગામ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

જેમાં વધુમાં જણાવ્યા અનુસાર ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત ની જોગવાઈ મુજબ કુદરતી આપત્તિના સમયે મૃતકના પરિવાર જનને રાહતના 4 લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ,ઉદ્યોગપતિઓ ના દેવા માફી, વિમાનો-હેલિકોપ્ટરો ખરીદવા માટે કરોડો રૂપીયા વેડફી રહી છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઇને કોરોના મૃતકના પરિવારજનોને મળ્યા છે કોરોના મૃતક પરિવારજનો કોંગ્રેસ પક્ષ પાસે માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા 4 લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માગણી સાથેનુંં આવેદન મામલતદારને આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અત્યારે જે સહાય ચુકવી રહી છે તે અપુરતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ઘરનો મોભી ગુમાવનારા પરિવારજનો માટે હાલની માત્ર 50 હજારની સહાય મજાક સમાન હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...