તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજાઈ:વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા રેલી યોજી આવેદન આપ્યું

વિરમગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સમિતિ દ્વારા 9 જુલાઈએ પટેલની વાડી ખાતે વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક યોજાઈ

વિરમગામ વિધાનસભા વિસ્તારનાં વિરમગામ તાલુકાઅને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 9 જુલાઈના રોજ પટેલની વાડી ખાતે વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક યોજી હતી. બેઠક બાદ પટેલની વાડી થી મુખ્ય બજાર થઈ સેવાસદન ખાતે નાયબ કલેકટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ અનુસાર અમદાવાદ જિલ્લા ના વિરમગામ માં “જન ચેતના કાર્યક્રમ” અંતર્ગત વિરમગામ તાલુકા/શહેર કોગ્રેસ ની વિસ્તૃત કારોબારી મળી હતી આ બેઠક માં કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકના આત્મા ને શાંતિ મળે માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવેલ ખેડૂત, વેપાર ધંધા,શાળા કોલેજો માં વિધાર્થી ની 50% ફી માફી પેટ્રોલ ડિઝલ ના ભાવ, બેરોજગારી, આરોગ્ય ને લગતી સુવિધા માટે ઠરાવો કરવામાં આવેલ.

ત્યાર બાદ કોગ્રેસ ના કાર્યકરો દ્વારા મોંઘવારી, ભાવ વધારા અંગે ના પ્લે કાર્ડ સહિત સરકાર ની નીતિ નો વિરોધ કરી વિવિધ સૂત્રોચ્ચાર કરતા વિરમગામના મુખ્ય બજારમાં થઈ રેલી સ્વરુપે પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા.

આ કાર્યક્રમમાં જીલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, પ્રદેશ પ્રતિનિધિ બળદેવભાઈ લુણી, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, દેવેન્દ્રસિંહ સિંધવ, અજીતભાઇ ખુડદીયા, એહમદશા બાપુ,મહિલા કોગ્રેસ પ્રમુખ સ્વાતિબેન, તાલુકા કોગ્રેસ પ્રમુખ દશરથભાઇ પટેલ, અલ્કેશભાઈ દવે, શહેર કોગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલ,નટુજી ઠાકોર, સહિત કોગ્રેસ ના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...