ઉજવણી:વિરમગામ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબાસાહેબની જયંતી ઉજવાઈ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી વિરમગામ શહેર અનુસૂચિત મોરચા દ્વારા સામાજિક સમરસતાના પ્રતીક ભારત રત્ન ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર જીની 131 મી જન્મ જયંતી ની ઉજવણી ભરવાડી દરવાજા પાસે કરવામાં આવી.

આ પ્રસંગે મહેશભાઈ પરમાર પૂર્વમહામંત્રી અમ.જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચો, વિરમગામ શહેર ભાજપ, વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો, અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નવદીપભાઈ ડોડીયા. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ- ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર સહિત કાઉન્સિલરો, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પરેશભાઈ ચાવડા, મહામંત્રી મનોજ પરમાર, ઉપપ્રમુખ વિવેક પરમાર. મંત્રી અલ્પેશભાઈ ચાવડા તેમજ રોહિત વાસના આગેવાનો,વિરમગામ વસ્તી પંચ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...