કોરોના વાઇરસ:વિરમગામ : શહેરમાં 60 વર્ષીય વૃદ્ધાનું કોરોથી મોત

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ તાલુકાના સરસાવડી ગામ ની બંને મહિલાઓને કોરોના ટેસ્ટ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છતાં બંને મહિલાઓને કોઈ માંદગી કે શારીરિક તકલીફ નો જણાતા અમદાવાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોમ કોરોન્ટાઇલ કરાઇ. વિરમગામ શહેરમાં 2 મહિલાઓના અગાઉ લીધેલા કોરોના ટેસ્ટ સેમ્પલ નો રિપોર્ટ ગુરૂવારના રોજ પોઝિટિવ આવેલ જેમાં પાન ચકલા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા નું ગુરુવારે રાત્રે જ અમદાવાદ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજયું હતું જ્યારે વ્યાસફળી વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે અને તબિયત સુધારા ઉપર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. વિરમગામ શહેરમાં 2 મહિલાઓને પોઝિટિવ આવતા વ્યાસફળી સહિત પાન ચકલા વિસ્તાર વિરમગામ નગરપાલીકા દ્વારા સેનેટાઈઝર કરવામાં આવ્યો આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે ફરી સર્વે કરી માંદગી ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...