તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘તું અહીંયાં નોકરી કેમ કરે છે’ કહી 5 શખ્સનો ચોકીદાર પર હિંસક હુમલો

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હુમલામાં આધેડ ઇજાગ્રસ્ત થયા હતા. તસવીર જયદીપ પાઠક - Divya Bhaskar
હુમલામાં આધેડ ઇજાગ્રસ્ત થયા હતા. તસવીર જયદીપ પાઠક
 • વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના જાલમપુરા ગામની સીમનો બનાવ
 • 5 શખ્સો દ્વારા દાંતી, લાકડી, કોદાળી જેવાં હથિયારોથી હુમલો કરાતાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા આધેડ વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના જાલમપુરા ગામની સીમમાં જાલમપુરા વંથળ રોડ ઉપર આવેલા દિનેશભાઈ પટેલના ફામ પર ચોકિયાતનું કામ કરતા ચીકાભાઈ ગાંડાભાઈ સેનવા (ઉં.વ.50) પાંચેક દિવસ પહેલા નોકરીએ રહ્યા હતા. ત્યારે ગામના જ કેટલાક શખ્સોએ આવી ‘તું અહીંયા કેમ નોકરી કરે છે’ તેમ કહી હુમલો કર્યો હતો. ઘાયલને વિરમગામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારે ઘાયલ ચિકાભાઈ ગાંડાભાઈ સેનવાના જણાવ્યા અનુસાર 24 માર્ચ બુધવારના રોજ સવારે આઠ વાગ્યા આસપાસ ચંદુભાઈ રતુભાઈ સેનવા, અમરસિંહભાઈ સુંદરભાઈ સેનવા, દિનુભાઈ અમરશીભાઈ સેનવા,દેવાભાઈ રતુભાઈ સેનવા, લવજીભાઈ રતુભાઈ સેનવા તમામ રહે.જાલમપુરા દ્વારા ફામ હાઉસ ઉપર આવી ચંદુભાઈ રતુભાઈને કહેલ કે તું અહીંયા શા માટે નોકરી કરે છે હુ અહિયાં નોકરી કરતો હતો તેમ કહી બોલાચાલી કરી ગાળાગાળી કરી પાંચ શખ્સો દ્વારા દાંતી ,લાકડી,કોદાળી જેવા હથિયારોથી હુમલો કરી માથાના ભાગે અને હાથના ભાગે ઇજા કરી મૂઢ માર મારી જતા રહેલ જે બાબતની જાણ પરિવારજનોને થતાં વિરમગામની ખાનગી શાલીગ્રામ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે અને હુમલા બાબતની જાણ વિરમગામ રુરલ પોલીસને કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો