એજ્યુકેશન:બોર્ડના વિદ્યાર્થીઓના ઘેર જઈ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપતા વહેલાલના શિક્ષકો

વિરમગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વહેલાલની શાળાના શિક્ષકો શાળાના 10-12 ના વિધાર્થીઓના ઘરે જઈ  પરીક્ષાલક્ષી  માર્ગદર્શન આપે છે. - Divya Bhaskar
વહેલાલની શાળાના શિક્ષકો શાળાના 10-12 ના વિધાર્થીઓના ઘરે જઈ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપે છે.
  • વિદ્યાર્થી તેમજ શાળાના ધો. 10-12 ના 100 % પરિણામ માટે અભિયાન
  • શાળા છૂટ્યા બાદ 11 શિક્ષક સ્વખર્ચે વિવિધ ગામમાં વાલીઓનો સંપર્ક કરે છે

શિક્ષકો શાળા છૂટ્યા બાદ પોતાના ઘેર જાય છે પરંતુ વહેલાલ સી.જી.અમીન શાળાના શિક્ષકોએ પોતાના નહિ ધોરણ દસ -બારના વિધાર્થીઓના ઘેર જઇ વિધાર્થીઓ અને શાળાના 100 % પરિણામ માટે કમર કસી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચે શરૂ થાય તે પૂર્વે વહેલાલ કેળવણી મંડળે સી.જી.અમીન વિધા મંદિરના 10 અને 12 ના શિક્ષકોને વિધાર્થીઓને ઘેર જઇ વાલીઓ નો સંપર્ક કરી પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા સૂચન કરતા શાળાના 11 શિક્ષક વહેલાલ સહિત આસપાસના દસ બાર ગામમાં 170 વિધાર્થીના ઘેર જઇ વાલીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. આ અભિયાન પરીક્ષા શરૂ થાય તે દિવસ સુધી ચાલશે.

શાળાનું અને વિધાર્થીઓનું ધોરણ દસ બાર બોર્ડનું પરિણામ સારું આવે,વિધાર્થીઓ ચિંતા મુક્ત પરીક્ષા આપે આ માટે વાલીઓ તેમજ વિધાર્થીઓને શિક્ષકો માર્ગદર્શન આપી રહ્યા છે. વહેલાલમાં શાળા સવારની છે. 11 શિક્ષકોએ અલગ અલગ ગામ વહેંચી લીધા છે.શાળાનું શિક્ષણ કાર્ય શરૂ થાય પછી જે શિક્ષકોને વર્ગખંડમાં તાસ લેવા જવાનું ન હોય તેઓ વિદ્યાર્થીના ઘેર વાહન દ્વારા પહોંચી જાય છે.શાળાનું શિક્ષણ કાર્ય બપોરે પૂર્ણ થયા બાદ શિક્ષકો પોતાના ઘેર જવાનું ટાળી શાળા અને વિધાર્થીઓના સારા પરિણામ માટે વિધાર્થીઓના ઘેર પહોંચી જાય છે.

સૌ પ્રથમ શિક્ષકો વાલીઓને પરિચય આપી વિધાર્થીએ રસીના બે ડોઝ લીધાછે કે નહીં ચકાસી ના લીધા હોય તો લઈ લેવા જણાવે છે. વાલીઓએ વિધાર્થી સાથે પ્રેમાળ વ્યવહાર રાખવા ,વિધાર્થીને તણાવ મુક્ત રાખવા સૂચવે છે.વાલીઓએ અને ઘરમાં પરિવારજનોએ ટીવી જોવાનું ટાળવું , અભ્યાસ બાબતે બાળકની મિત્રો સાથે સરખામણી ન કરવી,વાંચન વિશે દબાણ ન કરવું,પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલા પહોંચાય તેવું આયોજન રાખવું, બાળક હતાશ, માનસિક તાણ ન અનુભવે તે જોવું. વિધાર્થીઓએ પરીક્ષાના દિવસો નજીક છે ત્યારે ક્યાં વિષયો,કઈ તારીખોમાં કેટલો સમય વાચવા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપે છે.

અન્ય સમાચારો પણ છે...