અકસ્માત:વિરમગામ પાસે ટ્રેન ટક્કરે અજાણ્યા યુવકનું મોત, પોલીસે મૃતકની લાશને અમદાવાદ સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં મોકલી

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ પાસેના ભોજવા ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર અજાણ્યા યુવાને ટ્રેન નીચ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

વિરમગામ ભોજવા ગામની સીમ ના રેલવે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત થતાં જે બાબતની વર્ધી વિરમગામ ટાઉન પોલીસ ને મળતા વિરમગામ ડિઝાસ્ટરની શબવાહિનીમાં સામાજિક કાર્યકર નગીનભાઈ દલવાડી દ્વારા સ્થળ પર જઇ યુવકની લાશને વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા અકસ્માતના બનાવના સ્થળ સહિત મૃતક ની તપાસ કરતાં કોઈ ઓળખ મળી આવેલ નહીં.

જેથી યુવકની ઓળખ વિધિ ન થઇ શકતા વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ ટાઉન પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની લાશને અમદાવાદ સિવિલ કોલ્ડ સ્ટોરેજ ખાતે વિરમગામ પોલીસે મોકલી આપી છે અને વાલી વારસ બાબત તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...