વિવાદ:વસવેલીયા ગામના શખ્સ પર કાકા અને ભાઇઓનો હુમલો

વિરમગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરવિંદભાઈ ગેલાભાઈ કોળી પટેલ રહે. વસવેલીયા તા.વિરમગામના ઉપર લાકડી તેમજ કોદાળી જેવા હથિયારો લઇ હુમલો કરતા ઘાયલ શખ્સને વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જે બાબતે વિરમગામ પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે.

ફરિયાદી અરવિંદભાઈ ગેલાભાઈ કોળી પટેલની ફરિયાદ અનુસાર 5 મેં 2022 ના રોજ સવારે ફરિયાદીની માતા ધનીબેન તેમના જૂના ઘરે હાજર હતા ત્યારે કાકા પ્રેમજીભાઈ કેશાભાઈ કોળી પટેલ પિતરાઈ ભાઈ મનુભાઈ પ્રેમજીભાઈ તેમજ બીજા કાકાભાઈ રામભાઈ કેશાભાઈ ફરિયાદીની માતા સાથે ઝઘડો કરતા હોય ફરિયાદી સ્થળ પર જતા તને ખોટી બોલાચાલી નહીં કરવા જણાવતા ત્રણે જણ ઉશ્કેરાયેલ અને લાકડીઓ અને કોદાળી જેવા મારક હથિયારો લઇ ફરિયાદી ઉપર તૂટી પડતા ફરિયાદીને હાથમાં ફેક્ચર તેમજ માથાના ભાગે ઇજાઓ થયેલ જે બાબતે ફરિયાદીએ બૂમાબૂમ કરતા અન્ય લોકોએ માર માંથી છોડાવે.

ત્યારે આરોપીઓએ જતા જતા કેવા લાગે કે આજે તો તું બચી ગયો છે પણ આવે એકલદોકલ મળીએ તો તને જાનથી મારી નાખીશું જે બાબતની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવેલ છે જે બાબતે વિરમગામ પોલીસને જાણ કરતા શિવ હોસ્પિટલ ખાતે દાખલ ફરિયાદીની ફરિયાદ અનુસાર 3 હુમલાખોરો પ્રેમજીભાઈ કેશાભાઈ કોળી પટેલ મનુભાઈ પ્રેમજીભાઈ કોળી પટેલ ભયરામભાઈ કેશાભાઈ કોળી પટેલ તમામ રહે.વસવેલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...