તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:વિરમગામ મુનસર દરવાજા રોડ પર ઊભરાતી ગટરથી પરેશાની

વિરમગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના એન્જિનિયરો ઉકેલ ન લાવી શકતા લોકોમાં રોષ

વિરમગામ શહેરના હાર્દ સમા ટાવરથી મુનસર દરવાજા સુધીના રોડ ઉપર છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. નગરપાલિકામાં થોકબંધ એન્જિનિયર હાજર છે માત્ર ટેબલ ઉપર કામ બતાવે છે જે તે વિસ્તારના ગટરની પાઈપલાઈનના નકશા હોતા નથી ઓફિસમાં બેસી આડેધડ સફાઇ કર્મીઓને કામકાજ સોંપવામાં આવે છે.

ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે છેલ્લા એક વર્ષથી વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવા નું ચાલુ છે તેના ગંદાપાણી થી રોગચાળો ફેલાવાની ભિતી છે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એન્જિનિયર ને સાથે રાખી જે તે વિસ્તારની ઉભરાતી ભૂગર્ભ ગટરો બાબતે મોનીટરીંગ કરી ચોક્કસ સફળ કામગીરી થાય તેવા પગલાં જરૂરી છે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે શહેરમાં નાગરિકોની મુખ્ય સમસ્યા ઉભરાતી ગટરો અને રસ્તાઓની સાફ-સફાઈ છે જેહલ કરવામાં નહીં આવે તો મતદાન દ્વારા નાગરિકો જવાબ આપશે તેમ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો