તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ટ્રેન્ટ ગામના નેરિયામાંથી બંદૂક સાથે એકને ઝડપ્યો, ગ્રામ્ય એસઓજીની કાર્યવાહી

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસની તપાસ

અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ધાકડી ગામની સીમમાંથી ટ્રેન્ટ ગામ તરફ જવાના માર્ગ પરનાં નેરિયામાંથી ગેરકાયદેસરની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ગ્રામ્ય એસ.ઓ.જી ટીમના ડી.એન.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા ગેરકાયદે હથિયાર રાખતા શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી ટીમના ગણેશભાઈ નાકુભાઈ ભરવાડ અને ખાનગી રાહે બાતમી મળી હતી.

બાતમીને આધારે એસઓજી ટીમના ડી.એન.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ના સીધા માર્ગદર્શન હેઠળ એમ જી પરમાર એન એલ દેસાઈ પીએસઆઇ સહિતની ટીમ વોચમાં ગોઠવાઈ હતી. ધાકડી ગામની સીમમાં પેટ તરફ જવાના માર્ગના નેરીયા માંથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે શખ્સને ઝડપી લીધો હતો. દોષ મહમદભાઇ જુમાભાઈ ડફેર રહે હાલ ભોજવા તાલુકો વિરમગામ જીલ્લો અમદાવાદ મૂળ રહે કુડા નીમનગર તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરને દબોચી લીધો હતો. વિરમગામ ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...