વિરમગામ શહેરમાં આવેલા ગોળપીઠા વિસ્તારમાં રહેતો જગદીશ રમેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 ના યુવાને પોતાના ઘરે રસોડામાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂકાવ્યુ હતું જે આ બાબતની જાણ વિરમગામ ટાઉન પોલીસ કરાતા સ્થળ પર પંચનામું કરી મૃતકની લાશને વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આપઘાતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
ત્યારે માનસિક શાંતિ રાખી પોતાના ખાસ સ્વજન-મિત્રોને પોતાની પરિસ્થિતિ વિશે જણાવવું જોઈએ જેથી કોઈ પણ પરિસ્થિતિમાં એકલતા અનુભવી આપઘાતનું ઉતાવળિયા અંતિમ પગલાથી જીવન બચી શકાય. વિરમગામ શહેરમાં પણ આપઘાતના બનાવો વધી રહ્યા છે. થોડા સમય અગાઉ એક યુવતીએ પણ આપઘાત કરી લીધો હતો. ત્યારે ગોળપીઠા વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.