તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સ્થાનિક સ્વરાજની ચૂંટમીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, ઉમેદવારો ઉમટશે

વિરમગામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામ પાલિકા, તા.પં., જિ.પં.ની કુલ 60 સિટ માટે 5 દિવસમાં 687 ફોર્મ ઉપડ્યાં

વિરમગામ તાલુકા સેવા સદન ખાતેથી નગરપાલિકાની 36 સીટ,તાલુકા પંચાયતની 22 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટ મળી કુલ 60 સીટ માટે 687 ફોર્મ દાવેદારો લઈ ગયા હતા. જેમાં વિરમગામ નગરપાલિકા ના કુલ 9 વોર્ડમાં 36 સદસ્યો ની યોજાનાર ચૂંટણીમાં કુલ 342 વિવિધ વોર્ડના દાવેદારો લઈ ગયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ,આપ,બીએસપી સહીત અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ લઈ ગયા હતા ગુરૂવારના રોજ વોર્ડ દીઠ ભાજપની પેનલના નામો જાહેર થતા અન્ય દાવેદારોએ અપક્ષ લડવા તૈયારી કરી લીધી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 સીટ માટે કુલ 270 ફોર્મ તેમજ જિલ્લા પંચાયતની વિરમગામ તાલુકાની 4 સીટો માટે 85 ફોર્મ ઉપડ્યા હતા. ત્યારે 11 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ મોડી સાંજે ભાજપ તરફથી વિવિધ વોર્ડની ટિકિટ ફાળવણીના નામો જાહેર થયા હતા. જેથી કાર્યકરોમાં અસંતોષ જણાતો હતો. 12 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પક્ષમાંથી ટિકિટ કપાતા દિવસ દરમિયાન 198 ફોર્મ ઉપાડતા પાલિકા-પંચાયતની 60 સીટ માટે રેકોર્ડ બ્રેક કુલ 687 ફોર્મ ઉપડ્યા હતા.

ભાજપ તરફથી પાલિકા અને પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ક્યાંક છુપો રોષ જોવા મળ્યો હતો. જોકે, નારાજ ઉમેદવારો અપક્ષ ઉમેદાવારી નોંધાવે તેવી શક્યતા દેખાઇ રહી છે. જોકે, મુખ્ય પક્ષ એવા કોંગ્રેસે હજુ સુધી યાદી જાહેર ન કરતાં તે ઉમેદવારને સીધા જ મેન્ડેટ આપે તેવી શક્યતા રહેલી છે. શનિવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ત્યારે જ નક્કી થશે કે કઇ બેઠક પર કેટલા ઉમેદવાર વચ્ચે જંગ જામશે.

ધંધુકા તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી શરૂ
ધંધુકા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે તા. 12ના રોજ આ મુજબ ઉમેદવારીપત્રો ભરાયા છે. કોટડા બેઠક માટે પ્રતાપભાઈ જેઠાભાઈ રવોદિયા અપક્ષ તેમજ અજીતભાઈ નાગરભાઈ શિહોરા ભાજપ અને અરજણભાઈ ચતુરભાઈ રોણોદિયા ભાજપના ડમી ઉમેદવાર, મોટા ત્રાડીયા બેઠક માટે મીનાબેન માવજીભાઈ પરમાર ભાજપ તથા પુષ્પાબેન સુરેશભાઈ પરમાર ભાજપના ડમી ઉમેદવાર ફેદરા બેઠક માટે અજયભાઈ મનુભાઈ બાવળીયા અપક્ષ રમેશભાઈ બચુભાઈ મકવાણા વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટી, ખડોલ બેઠક માટે ગીતાબેન બળવંતભાઈ સારોલા આમ આદમી પાર્ટી અને અડવાળ બેઠક માટે મીનાબેન જયદીપભાઇ સારોલા ભાજપ તા. 13ના રોજ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો