ચૂંટણી:વિરમગામ વિધાનસભા સીટ પર 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે

વિરમગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 ઉમેદવારી પાછી ખેંચી, વિસ્તારમાં ઠાકોર અને પટેલ સમાજ સહિતનું જ્ઞાતિ સમીકરણ

ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા તારીખ 21 નવેમ્બર ના રોજ પૂરી થતી હોય બપોરે 03:00 વાગ્યા સુધીમાં વિરમગામ વિધાનસભામાં ચૂંટણી જંગમાં ઝંપલાવેલ 29 ઉમેદવારોમાંથી વિરમગામ નાયબ કલેકટર ઓફિસે અપક્ષો સહિત વિવિધ પાર્ટીઓના 15 લોકોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા. વિરમગામ વિધાનસભા ચૂંટણી જંગમાંથી આ 15 ઉમેદવારો શામ-દામ દંડ ભેદ ની નીતિથી ચૂંટણી જંગમાંથી ખસી ગયા હતા.

39 વિરમગામ વિધાનસભા માં 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે પટેલ હાર્દિકકુમાર ભરતભાઈ - બીજેપી, ન ભરવાડ લાખાભાઈ ભીખાભાઈ -ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, હાર્દિકકુમાર જગદીશચંદ્ર પટેલ -અપક્ષ, અમરસિંહ અણદાજી ઠાકોર -આમ આદમી પાર્ટી, ચે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાં પ્રથમ ઉમેદવારી નોંધાવનાર કુંવરજી ઠાકોરનો મેન્ડેટ આમ આદમીએ રદ કરતાં કુવરજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ત્યારે તારીખ 21 નવેમ્બરે ફોર્મ પરત ખેચ્યા પહેલા ભાજપનો કેસરિયો ધારણ કરી હાર્દિક પટેલને સમર્થન જાહેર કર્યું હતું અને ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. અમુક ઉમેદવારોને હરીફ ઉમેદવારને હરાવવા માટે રાજકીય પક્ષોએ ઉભા રાખી હરીફ ઉમેદવારના મતોનું વિભાજન થાય તેવું સેટિંગ કર્યું હોવાની ચર્ચા છે.

વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના 95000 આસપાસના કહેવાય છે ત્યારે ચૂંટણીનું રણસીંગો ફૂંકાયા પહેલા ઠાકોર સમાજના આગેવાનો પક્ષા પક્ષી મૂકી એક મંચ પર ભેગા થતા હતા ત્યારે રાજકારણની વરવી વાસ્તવિકતા મુજબ કોંગ્રેસ અને ભાજપ પાસે ઠાકોર સમાજને ટિકિટ માટે સહિયારો પ્રયાસ કરતા ને હરીફ ઉમેદવારને હરાવવા માટે રાજકીય પક્ષોએ ઉભા રાખી હરીફ ઉમેદવારના મતોનું વિભાજન થાય તેવું સેટિંગ કર્યું હોવાની ચર્ચા છે.

વિરમગામ વિધાનસભા મત વિસ્તારના કુલ મતદારો 3 ,2,574 છે.જેમાં પુરુષ મતદાર 1,55,923 અને સ્ત્રી મતદારો ની કુલ સંખ્યા 1,46,620 છે. જ્ઞાતિ વાઇસ ઉમેદવારોની સંખ્યા જોવા જઈએ તો અનુમાનીક ઠાકોર મતદારોની સંખ્યા 95000થી વધુ, પટેલ 38000થી વધુ, દલિત 28000, કોળી પટેલ 21000, પાલવી ઠાકોર 21000, મુસ્લિમ 23000, રાજપૂત સમાજ 5000થી વધુ, ભરવાડ સમાજ 11000, રબારી સમાજ 5000, બ્રાહ્મણ સમાજ 4000, પ્રજાપતિ 4,500, દલવાડી 5000, રાવળ 5000, દેવીપુજક 5000, બજાણીયા 3500, સાધુ 2500, જૈન 3000, સોની 2000, પંચાલ , ઠક્કર, નાયક, દરજી સમાજ દરેક 1500 લગભગ સરેરાશ છે. ત્યારે રાજપુત સમાજ સહિત અન્ય સમાજના વોટ પણ નિર્ણાયક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...