તસ્કરી:વિરમગામના વણી ગામની સીમથી 50 મણ એરંડાની ચોરી

વિરમગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેતરમાં વાવેલા 65 મણ એરંડાને લણીને ખેતરમાં ઢગલો કર્યો હતો જેમાંથી 50 મણ એરંડા ચોરાયા હતા

વિરમગામ તાલુકાના વણી ઇનાયતપુરા ગામે રહેતા દિનેશભાઈ ભીખાભાઈ જાદવ દ્વારા વિરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, 2 માર્ચના રોજ વણી ગામની સીમમાં આવેલા ખેતરમાં વાવેલા એરંડા આશરે 65 મણ લણીને ખેતરમાં ઢગલો કર્યો હતો. જે રાતના સમયે અજાણ્યા ઇસમો દ્વારા આશરે 50 મણ એરંડાની ચોરી કરી લઇ ગયા બાબત ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વણી ગામે સદાવ્રત નામનું ટ્રસ્ટ ચાલે છે જેની વણી ગામની સીમમાં આશરે 8 વિઘા જેટલી જમીન આવેલી છે જે જમીન દિનેશભાઇ જાદવ છેલ્લા 6 વર્ષથી ખેડે છે અને ઊપજમાંથી ટ્રસ્ટને ભાગ આપે છે ચાલુ વર્ષે એરંડાનું વાવેતર કરેલું હતું જે તારીખ 2 માર્ચના રોજ આશરે 65મણ જેટલા એરંડા લણીને ખેતરમાં ઢગલો કર્યો હતો. જે બીજે દિવસે ખેતરમાં જતા જાણ થઇ હતી કે તેમાંથી આશરે 50મણ જેટલા એરંડા કોઈ ચોર ઇસમ ચોરી ગયા છે.

જે બાબતે ખાનગી રાહે તપાસ કરતાં કોઈ સગડ ન મળતા વિરમગામ રુરલ પોલીસ સ્ટેશન ખાતે 6 માર્ચના રોજ ફરિયાદ કરવામાં આવેલ જેમાં એરંડાના ઢગલામાંથી આશરે 50 મણ કિંમત આશરે 70 હજારના એરંડાની કોઈ ચોર ઇસમ ચોરી કરી ગયેલ બાબત ફરિયાદ આપવામાં આવી છે. હવે ખેતરમાં પાક પણ સુરક્ષિત રહ્યો નથી. ખેડૂતે મહામહેનતે વાવેલા એરંડાની ચોરી થયાના સમાચાર ગામમમાં પ્રસરી જતાં ચકચાર મચી હતી. જોકે પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...