ફરિયાદ:વણી ગામની પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામનો જ યુવક ભગાડી જતાં ફરિયાદ

વિરમગામ તાલુકાના વણી ગામે રહેતી પરણિત મહિલાને ગામનો જ વિધર્મી યુવાન લલચાવી ફોસલાવી ભગાડી ગયા બાબતે મહિલાના પતિ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પરિણીત મહિલાના પતિ દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર 9 જૂન 2022 ના રોજ વહેલી સવારે તે નાઈટની નોકરી કરી ઘરે પરત ફરતા પોતાની પત્ની ઘરે હાજર ન મળતાં આજુબાજુમાં તથા ગામમાં તથા સંબંધીઓ માં તપાસ કરતા મળી આવી નહીં અને ફરિયાદી ની પત્ની રાત્રિના સમયે ક્યાંક ચાલ્યા ગયા બાબતે ગામના જ વિધર્મી યુવાન લલચાવી ફોસલાવી ગાડી માં ભગાડી ગયા હોવા બાબત શક-વહેમ હોવાનું જણાવ્યું છે.

જે બાબતે વિરમગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતાને ગામનો વિર્ધમી યુવાન ભગાડી જવાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચવા સાથે યુવાન સામે ફિટકારની લાગણી ફેલાઇ છે. પોલીસ દ્વારા યુવાનને ઝડપથી પકડી તેને કડક સજા કરાય તેવી લોક માગ ઉઠી છે. યુવાન અને પરિણીતાને ઝડપથી પકડી મહિલાને તેના પતિને સોંપી યુવકને કડક સજા થાય તેવી માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...