રજૂઆત:રામપુરાના કેન્સરના દર્દીના ઓપરેશન માટે કેન્દ્રીય મંત્રીએ ભલામણ કરી

વિરમગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભલામણ પત્ર માટે રજૂઆત કરાઇ હતી

દેત્રોજ તાલુકાના ધર્મેન્દ્રભાઈ વાણંદ રામપુરા ગામે રહે છે. છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જીભનું કેન્સર હોવાથી ઓપરેશનની તાત્કાલિક જરૂરિયાત હોવાથી સુરેન્દ્રનગર મતવિસ્તારના અને ભારતના કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુજપુરાની જરૂરી તમામ સારવાર પૂરી પાડવા અને ઓપરેશન ખર્ચના બિલમાં રાહત આપવા ભલામણ લેટરની જરૂર હોવાથી ધર્મેન્દ્રભાઈએ જીલુભાને રજૂઆત કરી હતી.

જીલુભાએ લેટરની વ્યવસ્થા કરાવી હતી. મંગળવારના રોજ આ લેટર લઈને ધર્મેન્દ્રભાઈના ઘરે ગયા હતા. ધર્મેન્દ્રભાઈ દવાખાને હોવાથી એમના પત્ની ના રૂબરૂમાં આ કાગળ આપ્યો હતો. આ કાગળ રામપુરા સરપંચ કનુજી કુંવરજી ઠાકોર તથા વાસણાથી સોલંકી નાના ઝેનુભા તથા અમદાવાદ જિલ્લા કિસાન મોરચા મંત્રી ઝાલા જીલુભાએ રૂબરૂમાં આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...