આયોજન:વિરમગામના રામમહેલ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કથા યોજાઇ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન યોજાતા ધાર્મિક કાર્યક્રમો

વિરમગામ શહેરમાં મુનસર તળાવ પાસે આવેલ ઐતિહાસિક 450 વર્ષ પ્રાચીન તાલુકાનું એકમાત્ર પ્રધાન મંદિર રામમહેલ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ સોશિયલ ડીસ્ટન્સ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વિશાળ મંદિર ત્રણ શિખરોવાળું છે જેમાં સંગેમરમર ની વિશાળ કદની શ્રી રામ, લક્ષ્મણ, જાનકીની મૂર્તિઓ સાથે રાધાકૃષ્ણની મૂર્તિઓ અને શ્રી રામેશ્વર મહાદેવ બિરાજમાન છે.

મહિલાઓ દ્વારા પુરુષોત્તમ માસમાં સવારે મહાઆરતી, પછી કાંઠા ગોરમાનુ દરરોજ સવારે પૂજન સહિત પવિત્ર પુરૂષોત્તમ માસની વ્રત કથાનુ શ્રવણ કરવામાં આવે છે. રણછોડ મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. દર પૂનમે ભંડારો યોજવામાં આવે છે અને નુતન ધ્વજા આરોહણ કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે દાયકાઓથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અવનવા હિંડોળા દર્શન નું આયોજન કરવામાં આવે છે મંદિર દ્વારા ગૌશાળા નિભાવવામાં આવે છે. શ્રી રામ મહેલ મંદિર ના મહંત મહામંડલેશ્વર રામકુમાર દાસજી દ્વારા ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને ભક્તોની ભીડ ન થાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેવુ અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...