નાગરિકોમાં આનંદ:વિરમગામમાં ભરવાડી દરવાજાથી રૈયાપુર 3 રસ્તા સુધીનો રોડ નવો બનશે

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ નગરપાલિકા 74 લાખમાં ખર્ચે શહેરનો મુખ્ય પ્રવેશ માર્ગ વર્ષો પછી નવો બનાવશે

વિરમગામ શહેરમાં પ્રવેશવાનો એક માત્ર મુખ્ય માર્ગ દસકાઓથી થી બિસ્માર હાલતમાં જોવા મળે છે. વિરમગામ ના રૈયાપુર ત્રણ રસ્તા થી ભરવાડી દરવાજા સુધીનો માર્ગ વર્ષોથી ઉબડ ખાબડ હોઈ રાહદારીઓ અને વાહન ચાલકો વર્ષોથી હાડમારી સહન કરી રહ્યા છે.

ચોમાસામાં મસ મોટા ખાડાઓ પડી જવાથી પારાવાર મુશ્કેલી પડતી હોય પાછલા એક વર્ષથી વિરમગામ જન સંઘર્ષ સમિતિ તેમજ વિરમગામ વિકાસ સમિતિના સભ્યો તેમજ ધારાસભ્ય લખાભાઈ ભરવાડ અને વેપારીઓ સહિત સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ દ્વારા ખૂબ લાંબા સમયથી આ મુખ્ય માર્ગ નું નવીનીકરણ કરવા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ કોઈ નક્કર પરિણામ મળતું ન હતું. નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે ખાડાઓનું પુરાણ કરી મન મનાવી લેવામાં આવતું હતું.

એક મહિના આગાઉ આ મુખ્ય માર્ગને ઉબડ ખબર રોડ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ રજુઆત બાદ વિરમગામ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા અરજદાર કિરીટ રાઠોડ સામાજિક કાર્યકર ને લેખિત જવાબ આપેલ છે જેમાં રૈયાપુર ત્રણ રસ્તા થી રૈયાપુર બારી તરફના ડામર કામ અને રૈયાપુર બારીથી ભરવાડી દરવાજા તરફના ડામર રોડનું કામ અને રાજીવ નગરથી મુનસર દરવાજા તરફના ડામર કામના માટે તા. 4/6/2021 ના રોજ રૂપિયા 74,85,500/- નું ટેન્ડર સંબંધિત એજન્સીને આપી દેવામાં આવ્યું છે.

પરંતુ હાલ ચોમાસાની ઋતુ ના કારણે ડામર પ્લાન્ટ બંધ હોઈ ડામર કામ ચાલુ કરેલ નથી. તેમજ ચીફ ઓફિસરે આપેલ માહિતીમાં ગોલવાડી દરવાજા થી હનુમાનજી મંદિર, લાકડી બજાર તરફના રસ્તાના કામ માટે ગત સામાન્ય સભામાં ઠરાવ થયેલ છે. અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવેલ છે. વિરમગામના જાહેર માર્ગોના નવીનીકરણ કરણ માટે લડત ચલાવનારા કિરીટ રાઠોડે જણાવ્યું કે શહેરની સુખાકારીની સમસ્યાઓ માટે લડત ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...