ઇમાનદારી:રિક્ષા ચાલકે રસ્તા પર સીલબંધ બોક્સમાં મળેલો મોબાઈલ માલિકને પરત કર્યો

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર મૂળ માલિકને શોધવા મોબાઇલ મળ્યો હોવાનું ટ્વીટ કર્યું

વિરમગામ શહેરના રીક્ષા ચાલક અને સામાજિક કાર્યકર રાકેશ સોલંકી વિરમગામના પોપટ ચોકડી તરફ પેસેન્જરોને લઈને જઇ રહેલ હતા ત્યારે આંબેડકર બ્રિજ ઉપર જતા રસ્તા ઉપર થી સીલ બંધ બોક્સમાં પેક મોબાઈલ મળ્યો હતો. જે બાબતે મૂળ માલિકને પરત કરવા માટે સોશિયલ મીડિયામાં મોબાઈલ મળેલ હોવાનુ જણાવ્યું હતું.

જેથી બાબતે મોબાઈલ ના મૂળ માલિક અનુપભાઇ વાલાભાઇ ગામ. ચલવાડા, જી.પાટણ એમના મિત્ર ના ઘરે વિરમગામ આવ્યા હતા અને વિરમગામથી નવો મોબાઈલ ખરીદ્યો હતો. અને બાઈક ઉપર જતા બાઇકના હુકમાંથી મોબાઈલની થેલી પડી ગઈ હતી. જે રિક્ષાચાલક રાકેશભાઈ સોલંકી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...