વિરમગામ હાઈવે પર સોકલી કેનાલ ની બાજુમાં ખેતરમાં ઝાડ ઉપર કોઈ યુવાનની લાશ દોરડા થી ફાંસો ખાધેલ હાલતમાં લટકતી હોવા ની જાણ વિરમગામ રૂરલ પોલીસને થતા સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થળ અવલોકન કરી પંચનામું કરી અજાણ્યા યુવકની લાશ ઝાડ પરથી ઉતારી વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક યુવકની ઓળખ માટે પ્રયત્નો શરૂ કરતા જામનગરના જોડીયા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા રાજેશભાઈ વસંતભાઈ ભીમાણી ઉમર વર્ષ 37 તરીકે ઓળખ થઈ હતી.
મૃતક મોરબી ખાતે પુંઠા પેકિંગનો બિઝનેસ કરતો હોવાનું અને અગમ્ય કારણોસર બે દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. જેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મૃતકના ખિસ્સામાંથી એસટી બસની ટિકિટ તેમજ મોબાઇલ મળી આવ્યો હતો. જે બાબતે વિરમગામ રૂરલ પોલીસ દ્વારા તેના પરિવારને જાણ કરી હતી. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર અગમ્ય કારણોસર યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવેલ છે લાશને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ માટે તેના પરિવારજનોને સોંપ્યો હતો પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિરમગામ હાઇવે પરના ખેતરમાં ઝાડ પર લાશ લટકતી હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસ દોડી ગઇ હતી અને લાશને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.