તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:ગટરનાં ઉભરાતાં પાણી મુદ્દે TDOને લેખિત આપ્યું છતાં ઉકેલ આવ્યો નહીં

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ તાલુકાના વડગાસ ગામે મફતિયાપરા ઠાકોરવાસ માં ગટરલાઇન છેલ્લાં બે વર્ષથી તૂટી ગયેલ છે. અને વરસાદી પાણીનો પણ ભરાવો મુખ્ય રસ્તા ઉપર થાય છે . રસ્તા નું દબાણ હટાવી પાણી નિકાલ કરવાં માટે ઘણી રજૂઆત કરેલ છે. છતાં કોઈ નિરાકરણ ન આવતાં સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળે છે. ઠાકોર સમાજ દ્વારા તારિખ 25/06/2021 નાં રોજ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત અરજી કરવામા આવી છે. જો દિન 10 ની અંદર અમારી સમસ્યા નો નિકાલ કરવામાં નહી આવે તો પરીવાર સાથે વિરમગામ તાલુકા પંચાયત કચેરી માં ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે તેમ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવેલ અરજીમાં જણાવાયું છે અરજીમાં જણાવ્યા મુજબ વડોદ ગામે મફતીયા પરા ઠાકોર વાસ માં રસ્તા નું દબાણ અને રસ્તાનો કાદવ કિચડ દૂર કરવા અને વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે આ બાબતે સરપંચ અને તલાટી ને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ આવેલ નથી રસ્તામાં દબાણ તથા કાદવ કીચડ ને લઈને નાના બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધોને અકસ્માતનો ભય રહે છે જો આ બાબતે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત ખાતે પરિવાર સહિત ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

વડગાસ ગામ મફતીયાપરામાં રસ્તાના દબાણ અને કાદવ કીચડ,વરસાદી પાણીના નિકાલ બાબત આવેલી અરજી બાબતે વિષ્ણુભાઈ બારોટ,વિરમગામ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું કે આગામી અઠવાડિયામાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...