કાર્યવાહી:હોટલ પર દરોડા પાડી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપ્યો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ-હાંસલપુર રોડ પર

સ્ટેટ મોનિટરિંગ સેલે વિરમગામના હાંસલપુર પાસે આવેલી હોટલ પર દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલના એ.એસ.આઈ. નંદલાલભાઇ ગિરધરભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે વિરમગામનો સંજય ઠાકોર પોતાની અમદાવાદ કચ્છ સ્ટેટ હાઇવે રોડ પર હાંસલપુર ગામ નજીક નર્મદા કચ્છ કાઠીયાવાડી હોટલ ઉપર ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદે વેચાણ કરી કરાવે છે જે બાબતે 11 એપ્રિલના રોજ રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના ASI નંદલાલ ગિરધરભાઈ છાપરા,અ.હે.કો. જયરાજસિંહ લાભુભાઈ વગેરે દ્વારા પંચના માણસો સાથે વિરમગામના હાંસલપુર પાસે આવેલી નર્મદા કચ્છ કાઠીયાવાડી હોટલ ઉપર રેડ કરતા વિદેશી દારૂ અને બીયરની કુલ 80 નંગ બોટલ હોટલ અને ખુલ્લામાં પાર્ક કરેલી કારમાંથી ઝડપી પાડી સ્થળ પરથી સંજય ઠાકોરને ઝડપી લીધો હતો.

બોટલ બીયર સહિત ફૂલ નંગ 80 કિંમત રૂપિયા 13,315 તથા કાર કિંમત રૂપિયા 1 લાખ તથા આરોપીની અંગજડતી માંથી મળી આવેલા રોકડ રકમ રૂપિયા 39,200 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 મળી કુલ રૂ. 1,57,515નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપી ફારૂક ઇશાકભાઇ મેમણ મૂળ રહેવાસી. વિરમગામ હાલ રહે અમદાવાદ આપી ગયો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...