આયોજન:ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું હાસલપુરમાં સ્વાગત કરાયું

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રાએ સુરેન્દ્રનગરમાંથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજીત ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠકના હાસલપુરમાં પ્રવેશતાં વિરમગામ, માંડલ, અને દેત્રોજ -રામપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો.

વિરમગામ તાલુકાના હાંસલપુર હાઇવે પર લાખાભાઈ ભરવાડ ધારાસભ્ય વિરમગામના સીધા માર્ગદર્શન અને રાહબર હેઠળ વિરમગામ, માંડલ, દેત્રોજ- રામપુરા તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓનો કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસની ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પરિવર્તન સંકલ્પ યાત્રામાં વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય,શેશા અવતાર શર્મા નિરીક્ષક વિરમગામ વિધાનસભા, બળવંતસિંહ ગઢવી પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો સાણંદ સુધી ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...