કાર્યવાહી:ખૂનના ગુનામાં પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય એલસીબીએ​​​​​​​ વિરમગામથી ઝડપ્યો

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ખૂનના ગુનામાં પકડાયેલું કાચા કામનો કેદી ઈસાભાઈ દાદુભાઇ રાઠોડ (સલાટ) રહે. માંડલ પેરોલ જમ્પ કરી ને નાસતા ફરતા આરોપીને પૂર્વ બાતમીને આધારે વિરમગામ બાલાપીર ફાટક પાસેથી ઝડપી લીધો હતો. એલ.સી.બી, પોલીસ ઇન્સ્પેકટર, ડી.બી.વાળાએ એલ.સી.બી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા/ ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓ પકડવા કવાયત હાથ ધરી હતી. તેના ભાગરૂપે ગુનાની પધ્ધતિ અને સંભવીત આશ્રય સ્થાન સંબધે જીણામાં જીણી માહિતી એકઠી કરી ચોકકસ દીશામાં ધ્યાન કેન્દ્રીત કરી પ્રયાસ હાથ ધરી હતી.

તેના ફળસ્વરૂપે અ.હે.કો ઇસ્માઇલબેગ મહેબુબબેગ તથા આ.પો.કોન્સ ચમનભાઇ ગોંવિન્દભાઇને મળેલ સંયુકત બાતમી આધારે તા.27/5/2022ના રોજ પેરોલ જામીન પર મુક્ત કરેલ કાચા કામના કેદી ઇશાભાઇ દાદુભાઇ રાઠોડ(સલાટ) રહે. ઇન્દીરાનગર છાપરામા માંડલ તા.માંડલને તા.7/6/2022 ના રોજ જેલ સત્તા સમક્ષ હાજર થવાનુ હતુ પરંતુ હાજર થયેલ નહીં અને પેરોલ જમ્પ રહેલા જે શખ્સ બાલાપીર ફાટક વિરમગામ આવવાનો ચોક્કસ બાતમી હકિકત આધારે બાલાપીર ફાટક વિરમગામ ખાતે વોચ રાખતા આરોપીને ભારે જહેમત થી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...