1 મેં 2022 ગુજરાતના સ્થાપના દિને વિરમગામ શહેરમાં વિરમગામ નગરપાલિકા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિશુલ્ક યોગા સેન્ટર નો શુભારંભ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે થયો.
જેમાં ઉદ્ઘાટક તરીકે આનંદ બાલમંદિરના સ્થાપક મનુભાઈ પટેલ,મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમદાવાદ જીલ્લાના કો-ઓર્ડિનેટર મૌલિકભાઈ બારોટ, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયમાંથી ધર્મિષ્ઠા દીદી તથા ગામના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અહીં દરરોજ સવારે 6 થી 7 વાગ્યા સુધી નિશુલ્ક યોગા કરાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર રાજુભાઈ દવેએ નગરજનોને યોગ પ્રાણાયામ, ધ્યાન શીખવાડવાની વિશેષ જવાબદારી લીધેલ છે. 1મેંના રોજ સુમનભાઈ પાટડીયા,ગાર્ગીબેન વ્યાસ, બિંદુબેન સહિત સમગ્ર યોગ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી.
વિરમગામ ના નાગરિકો માટે શારીરિક તથા માનસિક શાંતિ માટે આ નિશુલ્ક યોગા સેન્ટર ની ભેટ આપી છે, તેવું પ્રમુખ તથા ઉપપ્રમુખ એ જણાવ્યું હતું. અને દરેકને અહીં નિયમિત યોગાભ્યાસ કરવા આવવું જોઈએ, જેથી શારીરિક અને માનસિક શક્તિઓ નો વિકાસ થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.