તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સગીરાને ભગાડી જતાં થોરીમુબારક ગામના યુવક સામે બળાત્કારનો ગુનો

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરકથલ ગામની સગીરાના પિતાની પોલીસ ફરિયાદ

વિરમગામ તાલુકાના કરકથલ ગામ 31 ડિસેમ્બરના રોજ પોતાની 14 વર્ષની સગીર દીકરીને ઘરે કોઇ હાજર નહોતું ત્યારે લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી ગયા બાબતની ફરિયાદ સગીરાના પિતા દ્વારા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. પોલીસે આ બનાવ અંગે બળાત્કારનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

વિરમગામ તાલુકાના કરક્થલ ગામે રહેતી 14 વર્ષની સગીરાને ઘરે માતા પિતા હાજર નહોતા ત્યારે સગીરા ઘરેથી ગુમ થઇ ગઇ હતી. તેની માતા દ્વારા આજુબાજુમાં તપાસ કરી કોઈ પત્તો ન લાગતા તેના પતિને ફોનથી જાણ કરાઇ હતી. જેથી સગીરાના પિતાએ ઘરે આવી આજુબાજુમાં તેમજ સગા સંબંધીઓમાં પોતાની દીકરી બાબતે પુચ્છા કરી છતાં કોઇ ભાળ મળી આવી ન હતી.

ત્યારે સગીરાની માતાએ જણાવ્યું હતું કે થોરી મુબારક ગામનો કિશન વિનોદભાઈ વાઘેલા બે દિવસથી ઘરની આજુબાજુ આંટાફેરા કરતો હતો. જેથી થોરીમુબારક ગામે કિશન બાબતે તપાસ કરતા ઘરે હાજર મળી આવેલ નહીં જે બાબતે સગીરાના પિતાએ પોતાની 14 વર્ષની દીકરીને થોરી મુબારક ગામનો કિશન વિનોદભાઈ વાઘેલા નામનો યુવાન ઘરેથી લલચાવી ફોસલાવી જાર કર્મ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની બાબતની ફરિયાદ વીરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં આપી હતી.

વીરમગામ રુરલ પોલીસ દ્વારા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકા વિસ્તારમાં સગીરાઓને ભગાડી જવાના બનાવો વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જેના પગલે સગીરાના માતા-પિતાઓમાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સગીરાઓ લલચાવી ફોસલાવી ભગાડી જનારા નરાધામો સામે પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. જેથી આ બનાવો પર અંકુશ આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો